Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે ભગવાનને કલાત્મક હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા:શ્રાવણ વદ બીજ સુધી ચાલશે ઉત્સવ, ભક્તો દર્શનનો લાભ લેશે

    11 hours ago

    મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિવિધ રંગબેરંગી પવિત્રાથી સજાવેલા ભવ્ય હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ ઉત્સવ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. કુમકુમ મંદિર, મણિનગર અને પાલડી ખાતે છેલ્લા એક મહિનાથી ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવ શ્રાવણ વદ બીજ (૩૦ ઓગસ્ટ) સુધી ચાલશે. દરરોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન ભક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ કલાત્મક હિંડોળામાં બિરાજમાન સ્વરૂપના દર્શન-આરતીનો લાભ લઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવા માટે સૂતર અને રેશમના તારથી ગૂંથેલા કલાત્મક પવિત્રાના હિંડોળા તૈયાર કરવામાં આવ્યા હતા. હિંડોળાના મહિમા વિશે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હિંડોળા અનન્ય શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો અવસર છે. ભક્તો પ્રેમભાવથી બનાવેલા રેશમ-સૂતરના પવિત્રા ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી જીવનની પવિત્રતા અખંડ રહે તેવી પ્રાર્થના કરે છે. આ દિવસે પવિત્રાના હિંડોળામાં પ્રભુના દર્શન કરવાથી જીવ તમામ પાપોમાંથી મુક્ત બની પરમ શાંતિ અનુભવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હિંડોળા ઉત્સવ આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે. આ પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૨૦૦ વર્ષથી હિંડોળા ઉત્સવ ઉજવાય છે. વડતાલ ખાતે સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીહરિને બાર બારણાંના હિંડોળે ઝુલાવ્યા હતા, તે દિવ્ય સ્મૃતિમાં દર વર્ષે આ ઉત્સવ ખૂબ જ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા હાઈવે પર બાઈકના વર્કશોપમાં ભીષણ આગ:અનેક મોટરસાઈકલ બળીને ખાખ, લાખોના નુકસાનની આશંકા
    Next Article
    પાટણ જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી:હજારો મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા, કોમી એકતાના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment