Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા હાઈવે પર બાઈકના વર્કશોપમાં ભીષણ આગ:અનેક મોટરસાઈકલ બળીને ખાખ, લાખોના નુકસાનની આશંકા

    13 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા મેટ્રો TVSના વર્કશોપમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ જોતજોતામાં વિકરાળ બની હતી. વર્કશોપમાં રિપેરિંગ અને સર્વિસ માટે રાખવામાં આવેલી મોટી સંખ્યામાં બાઈકો તેમજ અન્ય વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને શહેર એ-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે વર્કશોપમાં પાર્ક કરેલી અનેક બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી, જેના લીધે લાખો રૂપિયાના આર્થિક નુકસાનની આશંકા છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા શ્રીરંગ મહાવિદ્યાલયમાં માતૃભાષા દિવસ ઉજવાયો:બીકે મંડળના ચેરમેન નરેશ નેમાણી, મંત્રી ઉદય પટેલની ઉપસ્થિતિ
    Next Article
    કુમકુમ મંદિરે ભગવાનને કલાત્મક હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા:શ્રાવણ વદ બીજ સુધી ચાલશે ઉત્સવ, ભક્તો દર્શનનો લાભ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment