Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો:પ્રોમીલા ક્લિનિકમાં LCB ઝોન 2ની રેડમાં કફ સિરપ, 162 ઇન્જેક્શન સહિત 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, 10 પાસ બોગસ ડોક્ટર 15 વર્ષથી લોકોના આરોગ્ય સાથે

    8 घंटे पहले

    વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપતા બોગસ તબીબનો પર્દાફાશ થયો છે. LCB ઝોન-2ની ટીમે અકોટા ગાર્ડનની સામે આવેલી પ્રોમીલા ક્લિનિકમાં રેડ કરી હતી અને માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા 45 વર્ષીય બિસ્વજીત પ્રફુલ્લા હાલદારને ઝડપી પાડ્યો છે. ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ ડોક્ટર માટે 10 પાસ છે અને તે લોકોને દવા આપીને સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. LCB ઝોન 2ની ટીમને બાતમી મળી હતી કે, પ્રોમીલા ક્લિનિકમાં બિસ્વજીત હાલદાર કોઈ માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વિના દર્દીઓની સારવાર કરે છે અને એલોપેથીક દવાઓ આપે છે. આ બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ 15 વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું હતું. જોકે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી માન્ય પ્રમાણપત્ર કે રજીસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતા કોઈ માન્ય પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું છે. મેડિકલ ઓફિસરની તપાસમાં પણ આરોપી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું છે. ક્લિનિકમાંથી 41 હજાર રૂપિયાની કિંમતની કફ સિરપની 38 બોટલ, 162 ઇન્જેક્શન, દવાઓના 281 પત્તા, 84 ટ્યુબ, 30 પાઉડર, 32 કેપ્સ્યુલ, 9 ગ્લુકોઝની બોટલ અને 19 ઇન્ફ્યુઝન સેટ મળી આવ્યા છે. આ ઉપરાંત મેડિકલ સાધનો, રોકડ 15 હજાર રૂપિયા અને મોબાઇલ ફોન મળીને કુલ 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વર્ષોથી ચાલતી ક્લિનિકમાં આરોપએ કેટલા દર્દીઓની સારવાર કરી હતી અને આરોપીએ કયા પ્રકારની દવાઓ તથા ઇન્જેક્શન આપ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરે શ્રાવણમાં ભક્તિમય માહોલ:ભોળાનાથને ફૂલોનો શણગાર, મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા
    Next Article
    Gurugram is actually drowning in its own real estate boom

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment