Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇલાબેન ગોહેલના પ્રથમ પુસ્તકનું લોકાર્પણ:ઉષાબેન ઉપાધ્યાય અને ડૉ. શિરીષ કાશીકરે 'નારી: લાગણીઓના અનંત રંગો' વિમોચન કર્યું

    19 hours ago

    અમદાવાદમાં NIMCJના ડેપ્યુટી ડિરેક્ટર અને લેખિકા ઇલાબેન ગોહેલના પ્રથમ પુસ્તક "નારી: લાગણીઓના અનંત રંગો"નું વિમોચન થયું. આ કાર્યક્રમ સુપ્રસિદ્ધ લેખિકા ઉષાબેન ઉપાધ્યાય અને ડૉ. શિરીષ કાશીકરના હસ્તે સંપન્ન થયો. મુખ્ય અતિથિ ઉષાબેન ઉપાધ્યાયે પુસ્તકની લેખન શૈલીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, "ઇલાબેનની સૂત્રાત્મક લેખન શૈલી વાચકોને પ્રેરિત કરશે. પશ્ચિમના દેશો આજે જે નારીમુક્તિની વાત કરે છે, તે આપણે હજારો વર્ષો પહેલાં જ હાંસલ કરી લીધી હતી." તેમણે આશા વ્યક્ત કરી કે આ પુસ્તક મહિલાઓ અને પુરુષો બંનેને પ્રેરણા આપશે. અતિથિ વિશેષ ડૉ. શિરીષ કાશીકરે પુસ્તકમાં સમાવિષ્ટ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, "આ પુસ્તક માત્ર મહિલાઓ માટે નહીં, પરંતુ પુરુષો માટે પણ છે. પુરુષોએ ઇલાબેનનું આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ." બંને મહાનુભાવોએ સમાજમાં આવી રહેલા પરિવર્તનોની નોંધ લીધી અને સૂચન કર્યું કે મહિલાઓનો સ્વીકાર માત્ર કોઈ ચોક્કસ ભૂમિકા તરીકે નહીં, પરંતુ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે થવો જોઈએ. લેખિકા ઇલાબેન ગોહેલે પુસ્તક લખવાના હેતુ પર ભાર મૂકતા જણાવ્યું કે, આ પુસ્તક સમાજ સામે એક પ્રશ્ન સ્વરૂપે છે, જે સ્ત્રીના અસ્તિત્વના એક વ્યક્તિ તરીકેના સ્વીકાર પર ભાર મૂકે છે. તેમણે પોતાની લેખનયાત્રામાં પરિવાર અને શુભેચ્છકોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે સાહિત્ય અને મીડિયા જગતના વરિષ્ઠ વ્યક્તિત્વો તેમજ સાહિત્ય પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ક્રિષ્ના ગોસ્વામીએ કર્યું હતું અને આભારવિધિ રિતેશ ગોહેલે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા મહિલા સંગઠન:500 મનો દિવ્યાંગ ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી
    Next Article
    NIMCJ માં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત:સિનિયર બેચે 'ધ સ્ટારલાઇટ એવોર્ડ્સ' ફ્રેશર્સ પાર્ટી યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment