Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા મહિલા સંગઠન:500 મનો દિવ્યાંગ ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી

    20 hours ago

    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF)ની અમદાવાદ પશ્ચિમ યુવા મહિલા ટીમે બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં 500 મનો દિવ્યાંગ ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. મંગલ મંદિર માનવ સેવા પરિવાર દુઃખી, પીડિત, નિરાધાર અને બિનવારસી વ્યક્તિઓની સેવા માટે કાર્યરત છે. આ પવિત્ર સેવાધામ ખાતે યુવા મહિલા ટીમના સભ્યોએ માનવસેવાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો. ટીમની બહેનોએ પોતાના હાથે લગભગ 500 વ્યક્તિઓ માટે મીઠાઈ તૈયાર કરી હતી. તેમણે ત્યાં રહેતા ભાઈ-બહેનોને તિલક કરી રાખડી બાંધી હતી અને પ્રેમપૂર્વક મીઠાઈ તથા ભોજન પીરસી આત્મીયતાનો અનુભવ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વને માનવસેવા સાથે જોડીને પ્રેમ, લાગણી અને સેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુવા મહિલા ટીમ ભવિષ્યમાં પણ આવા સેવા અને સમાજઉત્થાનના કાર્યોમાં અગ્રેસર રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    લાઇક્સ માટે ‘રોંગ-વે ડ્રાઇવિંગ’નો ઘાતક ટ્રેન્ડ:બ્રિટનમાં 32% કેસ વધ્યા, પીએમ પણ ચિંતિત; પ્રશંસા મેળવવા ખોટી દિશામાં જઈ રહ્યા યુવાનો
    Next Article
    ઇલાબેન ગોહેલના પ્રથમ પુસ્તકનું લોકાર્પણ:ઉષાબેન ઉપાધ્યાય અને ડૉ. શિરીષ કાશીકરે 'નારી: લાગણીઓના અનંત રંગો' વિમોચન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment