Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગ્રેચા તળાવ નજીકથી દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો:એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છે મજલ લોડ બંદૂક કબજે કરી, 32 વર્ષીય આરોપી સામે કાર્યવાહી

    1 day ago

    ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજે કાર્યવાહી કરી છે. નાગ્રેચા ગામ પાસે આવેલા ચાદાસર તળાવની બાવળની ઝાડીમાંથી દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, એસ.ઓ.જી.ની ટીમે તળાવની આસપાસ તપાસ કરી. ઝાડીમાં શંકાસ્પદ રીતે મળેલા વ્યક્તિની પૂછપરછ કરતા તેની પાસેથી દેશી બંદૂક મળી આવી હતી. પોલીસે હથિયાર કબજે કરી આરોપીને પકડી લીધો. પકડાયેલા આરોપીની ઓળખ દિનેશ જખુ કોલી (૩૨) તરીકે થઈ છે. તે માંડવી તાલુકાના મોટી ઉનડોઠ ગામનો રહેવાસી છે. તેની પાસેથી મળેલી બંદૂકની કિંમત આશરે રૂ. ૨,૦૦૦ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ હથિયાર કયા હેતુથી રાખવામાં આવ્યું હતું અને તેને ક્યાંથી મળ્યું. આ કાર્યવાહી પી.આઈ. એ.ડી. પારમારના માર્ગદર્શન હેઠળ થઈ હતી, જેમાં એ.એસ.આઇ. માણેકભાઈ ગઢવી, સિધ્ધરાજસિંહ ઝાલા સહિતની ટીમ જોડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 17 કિલો મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPS ના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો
    Next Article
    સાત સહકારી સંસ્થાની સાધારણ સભા મળી:રા.લો.સંઘ ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ પણ ચેરમેન VCની ચૂંટણી માટે સરકારી તંત્રને દરખાસ્ત ન મોકલતા ફરી આંતરીક ગરમાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment