Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 898 અંક વધીને 83920 પર બંધ:નિફ્ટીમાં પણ 286 અંકોની તેજી રહી; રોકાણકારોની સંપત્તિ ₹2 લાખ કરોડ વધી

    एक दिन पहले

    આજે એટલે કે 20 નવેમ્બરે શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 898 અંક અથવા 1.08%ની તેજી સાથે 83920 પર બંધ થયો છે. નિફ્ટીમાં પણ 300 અંક અથવા 1.06%ની તેજી છે. તે 25,800ને પાર પહોંચી ગયો છે. IT અને રિયલ્ટી શેરોમાં આજે સૌથી વધુ ખરીદી રહી. દિવસના કારોબારમાં સેન્સેક્સ 1000 અંક અથવા 1.17%ની તેજી સાથે 84 હજારને પાર પહોંચી ગયો હતો. લગભગ 9 મહિના બાદ સેન્સેક્સ આ સ્તરે પહોંચ્યો હતો. આ પહેલાં 11 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 84,233 અંક પર બંધ થયો હતો. બજારમાં આવેલી તેજીના 2 મોટા કારણો… 1. વિદેશી રોકાણકારોની ખરીદી: લાંબા સમયથી ભારતીય બજારમાંથી પૈસા કાઢી રહેલા વિદેશી રોકાણકારોએ (FIIs) છેલ્લા 7 દિવસમાં 14,927 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આને એવી રીતે સમજો કે બજારમાં જો કોઈ મોટો ખરીદદાર એકસાથે હજારો કરોડ રૂપિયા લઈને આવી જાય, તો શેરોના ભાવ વધવાનું નિશ્ચિત છે. તેમની ખરીદીથી આ શેરોના ભાવ વધે છે, જેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટીની તેજીના રૂપમાં જોવા મળે છે. નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. 2. ક્રૂડ ઓઇલની કિંમતોમાં થોડી રાહત: બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઘટીને લગભગ 90 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ કાચું તેલ વિદેશથી આયાત કરે છે, તેથી ભાવ ઘટવાથી દેશનો ખર્ચ બચે છે અને મોંઘવારી નિયંત્રણમાં રહે છે. મોંઘવારી ઘટવાની આશાથી રોકાણકારોનો વિશ્વાસ વધે છે, જે શેરબજાર માટે સકારાત્મક સંકેત છે. રોકાણકારોની સંપત્તિ ₹1.83 લાખ કરોડ વધી શેર બજારમાં તેજી વચ્ચે આજે રોકાણકારોની સંપત્તિમાં 1.83 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગઈકાલે 511.97 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 513.81 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જાપાન અને કોરિયાના બજારો 5% તૂટ્યા 19 નવેમ્બરે અમેરિકન બજારમાં ઘટાડો રહ્યો
    Click here to Read More
    Previous Article
    રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ-વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર:અભિષેક અને આયુષ આઉટ; નેપાળ સામે ભારત-Aનો સ્કોર-36/2
    Next Article
    હિંમતનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ:બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment