Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NIMCJ માં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત:સિનિયર બેચે 'ધ સ્ટારલાઇટ એવોર્ડ્સ' ફ્રેશર્સ પાર્ટી યોજી

    18 hours ago

    નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની સિનિયર બેચ (બેચ-7) દ્વારા નવા વિદ્યાર્થીઓ (બેચ-8) ના સ્વાગત માટે ભવ્ય ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ધ સ્ટારલાઇટ એવોર્ડ્સ 2026' નામની આ પાર્ટી 21 ઓગસ્ટ 2026 ના રોજ અમદાવાદના હિમાલયા મોલ (ગુરુકુળ રોડ) ખાતે યોજાઈ હતી. આ પાર્ટીની થીમ 'રેડ કાર્પેટ એવોર્ડ શો' રાખવામાં આવી હતી, જેમાં ડ્રેસ કોડ ગ્લેમર હતો. નવા વિદ્યાર્થીઓએ સેલિબ્રિટીની જેમ તૈયાર થઈને રેડ કાર્પેટ પર રેમ્પ વોક કર્યું હતું. ત્યારબાદ ફેકલ્ટી દ્વારા પ્રશ્નોત્તરીના આધારે ફાઇનલ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ સાથે મળીને ડિનર લીધા બાદ એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મિસ્ટર ફ્રેશર તરીકે અદ્વતૈ અને મિસ ફ્રેશર તરીકે ચિન્કી વિજેતા બન્યા હતા. કાર્યક્રમના અંતમાં, સિનિયર બેચ-7 દ્વારા એક ખાસ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ડાન્સ કરીને આ શાનદાર સાંજને યાદગાર બનાવી હતી અને એક ઉત્સાહભર્યા માહોલમાં કાર્યક્રમનું સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ઇલાબેન ગોહેલના પ્રથમ પુસ્તકનું લોકાર્પણ:ઉષાબેન ઉપાધ્યાય અને ડૉ. શિરીષ કાશીકરે 'નારી: લાગણીઓના અનંત રંગો' વિમોચન કર્યું
    Next Article
    ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં રિક્ષા ચાલકોનું 'રોજીરોટી બચાવો' આંદોલન:સરકારના નિયમ મુજબ ભાડું ન આપતા 72 કલાક ભૂખ હડતાલ કરશે, અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજી વિરોધ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment