Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં રિક્ષા ચાલકોનું 'રોજીરોટી બચાવો' આંદોલન:સરકારના નિયમ મુજબ ભાડું ન આપતા 72 કલાક ભૂખ હડતાલ કરશે, અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજી વિરોધ કરશે

    17 घंटे पहले

    અમદાવાદ રીક્ષાચાલક એકતા સહિત અલગ અલગ યુનિયન દ્વારા રોજીરોટી બચાવો આંદોલન શરૂ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લીકેશન જેવી ઓલા, ઉબેર અને રેપીડો અને ભારત ટેક્સી જેવી કંપનીઓ દ્વારા રીક્ષા ચાલકોનું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી ગેરકાદેસર ચાલતી ટુ વ્હીલર બંધ કરવા અને સરકારના નિયમ મુજબ ઑનલાઇન એપ્લીકેશનમાં ભાડું આપવામાં આવે તેવી માંગ સાથે 5 દિવસ સુધી ભૂખ હડતાલથી લઈને રેલી સુધી અલગ અલગ રીતે લાખો રિક્ષા ચાલકો આંદોલન કરશે. છતાં માંગણી નહીં સ્વીકારાય તો રીક્ષા ચાલકો દ્વારા બંધ પાળવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકારે ભાડું વધાર્યું પણ ઓનલાઈન એપ્લીકેશને ન વધારતા વિરોધ છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અત્યારે સ્થિતિ એવી સર્જાઈ છે કે CNGના ભાવ પેટ્રોલના સમકક્ષ પહોંચી ગયા છે. જેની સીધી અસર રિક્ષા ચાલકો પર થતા તેમના દ્વારા ભાડામાં વધારો માંગવામાં આવ્યો છે. અનેક રજૂઆત બાદ સરકાર દ્વારા રીક્ષા ચાલકોને ભાડામાં વધારો આપવામાં આવ્યો છે. પરંતુ સરકારે જે નવું ભાડું નક્કી કર્યું છે તે ઓનલાઈન એપ્લિકેશન જેવી ઓલ, ઉબેર અને રેપીડો અને ભારત ટેક્સીમાં રિક્ષા ચાલકોને આપવામાં આવતું નથી. સરકાર દ્વારા પ્રતિ કિલોમીટર ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ ઓનલાઈન એપ્લિકેશન પર રિક્ષા ચાલકોને માત્ર 10થી 12 રૂપિયા સુધી જ આપવામાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં ઓનલાઇન એપ્લિકેશન પર ભાડું વધારવામાં આવ્યું નથી. જેથી હવે માંગણીઓ સ્વીકારવા માટે રિક્ષા ચાલકો રોજીરોટી બચાવો આંદોલન કરી રહ્યા છે. આવતીકાલથી એટલે 27 તારીખથી રિક્ષા ચાલકો દ્વારા આંદોલન કરવામાં આવશે. છતાં માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ભૂખ હડતાલની સાથે સાથે બંધ પાળવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 5 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરાશે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અલગ અલગ રીક્ષા ચાલકોના યુનિયન દ્વારા ભેગા મળીને રોજીરોટી બચાવો આંદોલન શરૂ કરવામાં આવશે. ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રીક્ષા ચાલકોનું જે પ્રમાણે શોષણ કરવામાં આવે છે અને સરકારી ધારાધોરણ મુજબ ભાડું આપવામાં આવતું નથી. તેમજ સફેદ નંબર પ્લેટ પર જે ટુ-વ્હીલર ચાલી રહ્યા છે તે ગેરકાયદેસર છે. સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં તે ચાલી રહ્યા છે. આ બે મુદ્દાને લઈને ગઈકાલે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ રીક્ષા ચાલકોના યુનિયન પણ હાજર રહ્યા હતા. જેમાં અલગ અલગ 5 દિવસ સુધી કાર્યક્રમ કરવામાં આવશે. આવતીકાલે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. વધુમાં વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, જે દરમિયાન લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવશે. જે બાદ ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાના પોસ્ટર પરીક્ષાઓ પાછળ લગાવવામાં આવશે. આગામી 11 તારીખે અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેની સાથે 15,16 અને 17 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ભૂખ હડતાલ કરવામાં આવશે. તેમાં છતાં માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો 21 તારીખથી રિક્ષા ચાલકો દ્વારા બંધનું એલાન આપવામાં આવશે. સરકાર દ્વારા ભાડુ વધારી આપવામાં આવ્યું છે. જેમાં મોંઘવારી, CNG ના ભાવથી પીડાતા રિક્ષા ચાલકોને રાહત મળી છે. પરંતુ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સરકારે નક્કી કરેલા પ્રતિ કિલોમીટરના 20 રૂપિયાના બદલે 10થી 12 રૂપિયા જ આપવામાં આવે છે. પેસેન્જર આપવા માટે તૈયાર છે પરંતુ કંપનીઓ શોષણ કરી રહી છે જેનો અમે વિરોધ કરીએ છીએ. જે ભાડું નક્કી કરવામાં આવ્યું તે આપવામાં આવે અને ગેરકાયદે ચાલતા ટુ વ્હીલરને બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    NIMCJ માં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત:સિનિયર બેચે 'ધ સ્ટારલાઇટ એવોર્ડ્સ' ફ્રેશર્સ પાર્ટી યોજી
    Next Article
    શક્તિપીઠ બહુચરાજીમાં મંદિર હસ્તકના ઐતિહાસિક તળાવની હાલત બદતર:શ્રદ્ધાળુ-સ્થાનિકોમાં રોષ, ગાયકવાડે બનાવેલા તળાવના બ્યુટીફીકેશનની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment