Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી: સી.આર. પાટીલને મહિલા મોરચાએ રાખડી બાંધી:સર્કિટ હાઉસ ખાતે રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરાઈ; કેન્દ્રીય મંત્રી પાટીલે મહિલાઓને દિલ્હી પ્રવાસની ભેટ આપી

    2 days ago

    ગુજરાતના નવસારી ખાતે સર્કિટ હાઉસમાં ભાજપ સંગઠનની મહિલાઓ અને નગરસેવિકાઓ દ્વારા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સ્થાનિક પ્રસંગોમાં હાજરી આપવા આવેલા સાંસદ રોકાયા હતા. ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પરંપરાગત રીતે કુમકુમ તિલક કરીને મંત્રીને રાખડી બાંધી હતી. આ પ્રસંગે નવસારી પાલિકાના તમામ 13 વોર્ડની 13 મહિલા નગરસેવિકાઓ સહિત ભાજપ મહિલા મોરચાની 50થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. બહેનોએ સી.આર. પાટીલના દીર્ઘાયુષ્ય અને સુસ્વાસ્થ્ય માટે આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહના પ્રતિસાદરૂપે કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત તમામ બહેનોને 'દિલ્હી પ્રવાસ'નું વિશેષ ભેટરૂપ આમંત્રણ આપ્યું હતું, જેથી કાર્યકરોમાં ભારે હરખ અને ઉત્સાહ છવાયો હતો. સર્કિટ હાઉસ ખાતે પરંપરાગત રીતે ઉજવણી કરાઈ સ્થાનિક કાર્યક્રમો અર્થે નવસારી આવેલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સર્કિટ હાઉસ ખાતે રોકાયા ત્યારે મહિલા મોરચાએ આ સરપ્રાઈઝ ઉજવણીનું આયોજન કર્યું હતું. ભાજપ મહિલા મોરચાના તમામ હોદ્દેદારો અને બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમને તિલક કરી, મોં મીઠું કરાવીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. મહિલા કાર્યકરો માટે 'દિલ્હી પ્રવાસ'નું ખાસ આયોજન બહેનો તરફથી મળેલા આદર અને સ્નેહથી ગદગદ થયેલા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે હાજર તમામ મહિલા પ્રતિનિધિઓને દેશની રાજધાની દિલ્હીના પ્રવાસે આવવાનું આમંત્રણ આપ્યું હતું. મંત્રી તરફથી મળેલી આ અનોખી ભેટને કારણે તમામ મહિલા નગરસેવિકાઓ અને ભાજપ મહિલા કાર્યકરોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં તહેવારો ટાણે ખાંડ મોંઘી થતાં ખેડૂતો-વેપારીઓના અલગ મત:અતિવૃષ્ટિ અને ઘટતા ઉત્પાદનને લીધે બજાર બેકાબૂ, સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું
    Next Article
    અહમદઆબાદ સ્કૂલ પાસે શાળા ચલાવાની મંજૂરી જ નથી:છતાં બોર્ડ પર ‘ગવર્મેન્ટ એપ્રુવલ’ લખ્યું, કેશવનગરની શ્યામ ઘનશ્યામ સ્કૂલે મંજૂરી વગર સ્થળ ફેરફાર કરતાં ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment