Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અહમદઆબાદ સ્કૂલ પાસે શાળા ચલાવાની મંજૂરી જ નથી:છતાં બોર્ડ પર ‘ગવર્મેન્ટ એપ્રુવલ’ લખ્યું, કેશવનગરની શ્યામ ઘનશ્યામ સ્કૂલે મંજૂરી વગર સ્થળ ફેરફાર કરતાં ઘટસ્ફોટ

    2 दिन पहले

    અમદાવાદના કેશવનગરમાં મંજૂરી આપેલી શ્યામ ઘનશ્યામ સ્કૂલને સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર સ્થળ ફેરફારની કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ વિરુદ્ધ સ્થળ ફેરફાર કરતા શ્યામ ઘનશ્યામ સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જુહાપુરામાં જે જગ્યાએ શાળાનો સ્થળ ફેરફાર કરવામાં આવ્યો હતો તે સંસ્થા પાસે શાળા ચલાવવાની મંજૂરી જ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી શ્યામ ઘનશ્યામ સ્કૂલ સામે કાર્યવાહી કરી અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના સંચાલક સામે ફોજદારી ગુનો દાખલ કરવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે થોડા સમય પહેલા સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં કેશવનગરમાં મંજૂરી મળેલી શ્યામ ઘનશ્યામ સ્કૂલે સ્થળ ફેરફાર કરી દીધો હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા શાળાનો સ્થળ ફેરફાર કરતા જુહાપુરામાં આવેલી અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન સંસ્થામાં શાળાને શિફ્ટ કરવામાં આવી હતી. નોટિસ ફટકારી ખુલાસો માગ્યા બાદમાં શાળાને બંધ કરવાની સૂચના જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કે પછી શિક્ષણ વિભાગ પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર શાળાનો સ્થળ ફેરફાર કરી દીધો હોવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય જવાબ રજૂ ન કરી શકતા હવે શાળાને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ જે પણ વિદ્યાર્થીઓ શ્યામ ઘનશ્યામ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને નજીકની શાળાઓમાં શિફ્ટ કરવાની પણ શિક્ષણ નિરીક્ષકને સૂચના આપવામાં આવી છે. 190 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરાશે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શ્યામ ઘનશ્યામ સ્કૂલના 190 જેટલા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા જુહાપુરા વિસ્તારમાં જે સંસ્થામાં શાળાનો સ્થળ ફેરફાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરતા તેમાં પણ મોટો ખુલાસો થયો છે. શાળા ચલાવાની મંજૂરી જ નથી છતાં બોર્ડ પર ‘ગવર્મેન્ટ એપ્રુવલ’ લખ્યું શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શ્યામ ઘનશ્યામ સ્કુલને કેશવનગરમાં શાળા ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કોઈ પણ પ્રકારની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી લીધા વગર અન્ય સ્થળ પર એટલે જે જુહાપુરાના એક સ્થળ પર શાળાના સ્થળનો ફેરફાર કરી દીધી હતી. તેમજ જે જગ્યાએ સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવી ત્યાં અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન નામની બોર્ડમાં ગવર્મેન્ટ એપ્રુવલ લખેલી શાળામાં શ્યામ ઘનશ્યામ સ્કુલ ચલાવવામાં આવતી હતી. તેમજ જે અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનની તપાસ કરતા તેની પાસે માન્યતા ન હોવાનું સામે આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શ્યામ ઘનશ્યામ સ્કૂલને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં રોહિત ચૌધરીએ કહ્યું કે, જે જગ્યાએ શાળા ટ્રાન્સફર કરવામાં આવી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગવર્મેન્ટ એપ્રુવ ન હોવા છતાં લખવું જેથી તેની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને નજીકની શાળામાં એડમિશન અપાવવા માટે અમારા શિક્ષણ નિરીક્ષકને સૂચના આપવામાં આવી છે. વાલીઓનો સહકાર મેળવી વિદ્યાર્થીઓને નજીકની શાળામાં શિફ્ટ કરવામાં આવશે. સ્કૂલ સામે ગુનો દાખલ કરાશે 'અમાન્ય શાળા ચલાવવી ગુનો છે અને તેના પરિણામની કોઈ વેલ્યુ રહેતી નથી. શૈક્ષણિક સંસ્થા ચલાવવી હોય તો ટ્યુશન ક્લાસીસ ચલાવી શકાય પરંતુ સરકારની મંજૂરી વગર શાળા ચલાવવી યોગ્ય નથી. જે પણ જવાબદાર લોકો હશે તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. 190 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના સ્થળ ફેરફાર કરવો હોય તો યોગ્ય નિયમનું પાલન કરવું પડે તે શિવાય સ્થળ ફેરફાર કરી શકાય નહીં.'
    Click here to Read More
    Previous Article
    નવસારી: સી.આર. પાટીલને મહિલા મોરચાએ રાખડી બાંધી:સર્કિટ હાઉસ ખાતે રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરાઈ; કેન્દ્રીય મંત્રી પાટીલે મહિલાઓને દિલ્હી પ્રવાસની ભેટ આપી
    Next Article
    Uttarakhand Flood News | ઉત્તરાખંડમાં ભર'પૂર | Flood | Heavy Rain | Monsoon | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment