Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં તહેવારો ટાણે ખાંડ મોંઘી થતાં ખેડૂતો-વેપારીઓના અલગ મત:અતિવૃષ્ટિ અને ઘટતા ઉત્પાદનને લીધે બજાર બેકાબૂ, સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું

    2 days ago

    ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ ખાંડના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. રક્ષાબંધન, ગણેશોત્સવ અને દિવાળી જેવા મુખ્ય તહેવારો પહેલાં ખાંડ મોંઘી થવાથી મીઠાઈ વિક્રેતાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે, જ્યારે સહકારી અગ્રણીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો આ પાછળ શેરડીના ઘટતા ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક સ્થિતિને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. બજારમાં ખાંડના ભાવ પ્રતિ કિલો રૂ. 42થી વધીને રૂ. 70 સુધી પહોંચી ગયા છે. આ ભાવવધારાથી તહેવારોમાં મીઠાઈ અને અન્ય શુગર-બેઝ્ડ ઉત્પાદનો મોંઘા થવાની પૂરી શક્યતા છે, જે સીધી જ સામાન્ય ગ્રાહકોના બજેટને અસર કરશે. મીઠાઈ વિક્રેતાઓની ચિંતા અને વેપાર પર અસર મીઠાઈ વિક્રેતા નિરંજન બારોટે જણાવ્યું હતું કે, રક્ષાબંધન પહેલાં ખાંડના ભાવમાં 30 થી 40 ટકાનો મોટો વધારો થતાં વ્યવસાયના તમામ સમીકરણો ખોરવાઈ ગયા છે. મીઠાઈ, શ્રીખંડ, મઠો, અંગૂર રબડી અને ગુલાબજાંબુ જેવી મુખ્ય આઈટમો શુગર-બેઝ્ડ હોવાથી ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાવ વધવાને કારણે સામાન્ય જનતાની ખરીદશક્તિ પર વિપરીત અસર પડી છે, જેનાથી તહેવારોમાં વેચાણ ઘટવાની ભીતિ છે. આ સ્થિતિમાં વેપારીઓએ સરકારને તાત્કાલિક દખલ કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં લાવવા વિનંતી કરી છે. ખેડૂતોની વાસ્તવિકતા અને આર્થિક સંકડામણ ગણદેવી ખાંડ સહકારી મંડળીના ડિરેક્ટર રણજીત પટેલે ખેડૂતોનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાવવધારાથી ગ્રાહકોનું બજેટ ખોરવાય છે તે સાચું છે, પરંતુ ખેડૂતની વાસ્તવિકતા સમજવી પણ એટલી જ જરૂરી છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, 10 એકર જમીન ધરાવતા ખેડૂતને આખા વર્ષે માત્ર રૂ. 2,53,000 નો ચોખ્ખો નફો થાય છે. જો પિતા-પુત્ર બંને ખેતીમાં રોકાયેલા રહે, તો રૂ. 480 ના ન્યૂનતમ દૈનિક વેતન મુજબ બંનેની વાર્ષિક મજૂરી રૂ. 3,60,000 થવી જોઈએ, જેની સામે તેમને ખેતીમાંથી માત્ર રૂ. 2,53,000 જ મળે છે. પટેલે ઉમેર્યું હતું કે, વેપારીઓ ક્યારેય દેવાદાર થતા નથી, પરંતુ જગતનો તાત દેવામાં ડૂબી રહ્યો છે. આર્થિક સંકડામણને કારણે નવી પેઢી ખેતી છોડીને નોકરી તરફ વળી રહી છે, જે ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે. અતિવૃષ્ટિ અને ઘટતું ઉત્પાદન નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શૈલેષ માળીએ તકનીકી પાસાંઓ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી 100 ઇંચથી વધુ વરસાદ પડી રહ્યો છે. અતિવૃષ્ટિને કારણે શેરડીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે અને વાવેતર વિસ્તાર પણ ઘટ્યો છે, જે વર્તમાન ભાવવધારાનું મુખ્ય કારણ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પ્રથમવખત 'મટકીફોડ' સ્પર્ધા યોજાશે:મનપા દ્વારા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સ્પર્ધા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે, વિજેતાઓને રૂ.1થી 1.50 લાખ સુધીના ઇનામો
    Next Article
    નવસારી: સી.આર. પાટીલને મહિલા મોરચાએ રાખડી બાંધી:સર્કિટ હાઉસ ખાતે રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરાઈ; કેન્દ્રીય મંત્રી પાટીલે મહિલાઓને દિલ્હી પ્રવાસની ભેટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment