Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પ્રથમવખત 'મટકીફોડ' સ્પર્ધા યોજાશે:મનપા દ્વારા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સ્પર્ધા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે, વિજેતાઓને રૂ.1થી 1.50 લાખ સુધીના ઇનામો

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સૌપ્રથમ વખત ભવ્ય 'મટકી ફોડ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 સપ્ટેમ્બરની રાત્રે 8થી 11 સુધી ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આ સ્પર્ધા યોજાશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 1,50,000, દ્વિતીયને રૂ. 1,21,000 અને તૃતીયને રૂ. 1,01,000નું રોકડ ઇનામ અને શિલ્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગોવિંદા ગ્રુપ દ્વારા સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ, ડી.જે. સંગીત અને ભવ્ય લાઇટિંગ મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક મંડળીઓ www.rmc.gov.in પર ઓનલાઇન તેમજ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઓફલાઇન વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ઉત્સવપ્રિય પરંપરા અને સાંસ્કૃતિક ભવ્યતાને વધુ જીવંત બનાવવા મહાપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ સૌપ્રથમ વખત ભવ્ય "મટકી ફોડ" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગારંગ અને સાહસપૂર્ણ કાર્યક્રમ તા. 4 સપ્ટેમ્બર, 2026, શુક્રવારની રાત્રે 8:00 થી 11:00 કલાક દરમિયાન ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મહાનગરપાલિકા દ્વારા વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક મંડળીઓ માટે વિનામૂલ્યે ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ઓનલાઇન ફોર્મ RMCની વેબસાઇટ www.rmc.gov.in પર ભરી શકાશે, જ્યારે ઓફલાઇન ફોર્મ મનપા કચેરીમાં સાંસ્કૃતિક વિભાગની ઓફિસમાંથી મેળવી શકાશે. 'મટકી ફોડ' સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મંડળીઓ માટે આકર્ષક રોકડ ઇનામોની વણજાર રાખવામાં આવી છે. જેમાં પ્રથમ ઇનામ રૂ. 1,50,000, દ્વિતીય ઇનામ રૂ. 1,21,000 અને તૃતીય ઇનામ રૂ. 1,01,000 આપવામાં આવશે. ઉપરાંત ભાગ લેનાર અને વિજેતા મંડળીઓને સન્માનિત કરવા માટે પ્રોત્સાહક શિલ્ડ પણ એનાયત કરવામાં આવશે. મટકી ફોડ કાર્યક્રમને ભવ્ય અને યાદગાર બનાવવા માટે સ્થળ પર અનેક મુખ્ય આકર્ષણો ઊભા કરવામાં આવશે. ગોવિંદા ગ્રુપની સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળી દ્વારા સાહસ અને ટીમવર્ક સાથે મટકી ફોડની રોમાંચક રજૂઆત કરવામાં આવશે, જે દર્શકો માટે અદભુત આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ડી.જે.ના તાલે કૃષ્ણ ભક્તિના લોકપ્રિય ગીતો અને સંગીતની ધૂનોથી સમગ્ર માહોલ ભક્તિમય બનશે. ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લાઇટિંગ અને રંગબેરંગી સજાવટ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઓઢવની નટરાજ સ્કૂલની માન્યતા રદ કરવા DEOએ સરકારને રિપોર્ટ સોંપ્યો:50% વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરવા શિક્ષકો પર દબાણ કરાતું, સ્કૂલની 100 ગ્રાંટ કાપવા ભલામણ
    Next Article
    ગુજરાતમાં તહેવારો ટાણે ખાંડ મોંઘી થતાં ખેડૂતો-વેપારીઓના અલગ મત:અતિવૃષ્ટિ અને ઘટતા ઉત્પાદનને લીધે બજાર બેકાબૂ, સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment