Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈદ-એ-મિલાદ જુલૂસમાં ડીજેના ઘોંઘાટ સામે અપીલ:સમાજના આગેવાનોએ સાદગી અને અદબથી પર્વ ઉજવવા અનુરોધ કર્યો

    3 days ago

    પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મદિવસ, ઈદ-એ-મિલાદુન્નબીના પાવન પર્વ નિમિત્તે નીકળનારા જુલૂસમાં ડીજેના ઘોંઘાટને બદલે સાદગી અને અદબ જાળવવા માટે સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. આગેવાનોએ જણાવ્યું હતું કે, હાઈ ડેસિબલવાળા ડીજે વગાડવાથી લોકોના આરોગ્યને મોટું નુકસાન થાય છે. તેનાથી કાનની બહેરાશ, ધબકારા વધી જવા તેમજ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે. આ પર્વ સાદગીપૂર્વક નાત શરીફ અને કસીદા પઢીને ઉજવવાનો છે, જેથી સમાજમાં એક સારો અને સકારાત્મક સંદેશ જાય. આ સાથે જ જુલૂસમાં જોડાનારા યુવાનોને અપીલ કરવામાં આવી છે કે, ડીજે પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવા કરતાં તે રકમ ગરીબો માટે નિયાઝ, બાળકોને ભેટ આપવા કે સામાજિક કલ્યાણના કાર્યોમાં વાપરવી જોઈએ. જો સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવો જ હોય તો નિયમ મુજબ મર્યાદિત અવાજમાં માઈક અને ઈકો સિસ્ટમ મારફતે કરવો જોઈએ, જેથી કોઈ અન્ય નાગરિકને તકલીફ ન પડે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં યુવતી 11માં માળેથી કૂદી:બોડકદેવ પોલીસની ટીમ સ્થળે પહોંચી, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
    Next Article
    અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનને 5 લાખનો દંડ, સીલ કરાયું:રેલવે ફૂડ વિજિલન્સે ચેકીંગ કરતા ગુણવત્તા અને સ્વચ્છતા ન હોવાથી કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment