Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આગેવાનની ખુલ્લી ચેલેન્જ:ગુજરાતના ધારાસભ્યો-સાંસદોને લાઈવ ડિબેટમાં આવવા આહ્વાન,મોરબીના બગથળા ગામે ખેડૂતોનો કાર્યક્રમ

    3 days ago

    મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત જાગૃતિ અને એકતા માટે જેતપર સત્યાગ્રહ આંદોલન સમિતિ દ્વારા સતત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે બગથળા ગામે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બગથળા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ખાનગી કંપનીના વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતો પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા નવી વળતર નીતિ અંગે તા 4 જુલાઈના રોજ જાહેર કરાયેલા પરિપત્રનો ખેડૂતો દ્વારા સંપૂર્ણ અસ્વીકાર કરવામાં આવ્યો છે. મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ સત્યાગ્રહ છાવણી ચાલુ છે અને પ્રતિક ઉપવાસ આંદોલન તેમજ સમર્થન અભિયાન ધમધમી રહ્યા છે. બગથળાના કાર્યક્રમમાં જેતપર સત્યાગ્રહ છાવણીના નેહુલ અમૃતિયા, પ્રતિક પટેલ, રાજુ અમૃતિયા, રાકેશ અમૃતિયા અને નિકેત પંચસરા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. તેમણે ખેતરોમાં ખાનગી કંપનીના વીજપોલ આવવાથી ખેડૂતોને થતા આર્થિક નુકસાન અને ભવિષ્યના જોખમો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્યો અને સાંસદોને ડિબેટનો પડકાર આંદોલન સમિતિના સભ્ય પ્રતિક પટેલે મંચ પરથી જણાવ્યું હતું કે, સરકારના સમર્થકો એવો દાવો કરે છે કે નવા પરિપત્રથી ખેડૂતોને ફાયદો થશે. તેમણે ગુજરાતના 162 ભાજપના ધારાસભ્યો અને 25 સાંસદોમાંથી હોશિયાર નેતાઓને જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે લાઈવ ડિબેટ કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જો તેઓ કાયદાકીય રીતે નવા પરિપત્રનો ફાયદો સાબિત ન કરી શકે, તો રાજીનામાં આપીને ખેડૂતોના સમર્થનમાં સત્યાગ્રહ છાવણીમાં બેસી જવાની ચેલેન્જ આપી હતી. ખાનગી કંપનીને સીધી ચેતવણી રાકેશ અમૃતિયાએ ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હવે જો ખાનગી કંપનીના માણસો આવે તો તેમને સ્પષ્ટ કહી દેવું કે, "કાં તો થાંભલા લઈ જાઓ અને કાં તો પૂરું વળતર આપો, બાકી ખેતરમાં થાંભલા નાખવા દેવાળા નથી." વળતર નીતિ સામે સવાલો નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકાર માત્ર વીજપોલની જગ્યાના બે ગણા વળતરની જાહેરાત કરે છે, પરંતુ વીજપોલના કારણે બાકીની જમીનનો બજાર ભાવ અડધો થઈ જાય છે તે નુકસાનનું શું? તે મોટો સવાલ છે. ખેડૂતોના વિરોધ છતાં અધિકારીઓ દ્વારા એમઆરસી (MRC) કમિટીમાં ખેડૂતોના ખોટા નામ લખીને ગામ સહમત હોવાની ખોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ભાજપ પ્રશિક્ષણ શિબિર પોઇચામાં યોજાઈ:AI અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુકાયો, વિધાનસભાની ચૂંટણી માટે માર્ગદર્શન
    Next Article
    ગોલ્ડન ચોકડી પાસે કન્ટેનરમાંથી 300થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ:વડોદરા PCBએ ચાલકની અટકાયત કરી, લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment