Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોલ્ડન ચોકડી પાસે કન્ટેનરમાંથી 300થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ:વડોદરા PCBએ ચાલકની અટકાયત કરી, લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ

    3 days ago

    રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેખોફ બનીને દારૂ ઘૂસાડી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરા શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ બાદ શહેર પોલીસની પીસીબી (PCB) શાખાએ બાતમીના આધારે ગોલ્ડન ચોકડી ખાતે સપાટો બોલાવી મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 300થી વધુ દારૂની પેટીઓ શહેર પોલીસની પીસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનું મહારાષ્ટ્ર પાસિંગનું કન્ટેનર આવતાં જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતાં તેમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ 300થી વધુ દારૂની પેટીઓ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલની ગણતરી હાથ ધરવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ કુલ કિંમત અને સાચો આંકડો સ્પષ્ટ થશે. કન્ટેનર ચાલકની અટકાયત હાલમાં પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આગેવાનની ખુલ્લી ચેલેન્જ:ગુજરાતના ધારાસભ્યો-સાંસદોને લાઈવ ડિબેટમાં આવવા આહ્વાન,મોરબીના બગથળા ગામે ખેડૂતોનો કાર્યક્રમ
    Next Article
    'Jawab Dhundte Reh Jayenge': Sushmita Sen Reacts To Fan Asking About Her Marriage Plans

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment