Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાગત હોલિડે મોલ નજીક હિટ એન્ડ રન, ગિફ્ટસિટીના બેંકકર્મીનું મોત:નોકરી પતાવીને એક્ટિવામાં ચાંદખેડા ઘરે જતાં હતા ને અકસ્માત, અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ

    22 hours ago

    પાટનગર ગાંધીનગરમાં માર્ગ અકસ્માત અને પુરઝડપે વાહન હંકારી નિર્દોષ વાહનચાલકોનો બલિ લેવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરના સરગાસણના સ્વાગત હોલિડે મોલથી આગળ આવેલ સર્વિસ રોડ પર ગઈકાલે મોડી સાંજે ગિફ્ટસિટી ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં નોકરી પતાવી પોતાની એક્ટિવા મોપેડ પર ઘર તરફ પરત ફરી રહેલા અમદાવાદના પંચાવન વર્ષીય પ્રૌઢને કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેમનું મોત નિપજ્યું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા ઘરે જતાં હતા ને અકસ્માતમાં મોત થયું મૂળ અમદાવાદના ચાંદખેડામાં પંચમ પેન્ટાગોન પાસે આવેલ આદિત્ય ઇલાઇટ ફ્લેટ બી-604 ખાતે રહેતા 59 વર્ષીય કિરીટભાઈ રેવાભાઈ મેસરીયા ગાંધીનગર ગિફ્ટસિટી ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ફરજ બજાવતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ સોમવારે(24 ઓગસ્ટ) સાંજે પોતાની એક્ટિવા લઈને નોકરી પરથી ચાંદખેડા સ્થિત પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે પોણા આઠ વાગ્યાના અરસામાં સરગાસણ સ્વાગત હોલિડે મોલથી આગળ સર્વિસ રોડ પરથી પસાર થતી વેળાએ કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી કિરીટભાઈની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. વાહનચાલક ઘટનાસ્થળેથી સડસડાટ ફરાર આ ટક્કર ટક્કર વાગતાની સાથે જ કિરીટભાઈ રસ્તા પર પટકાઈ પડ્યા હતા અને તેમના શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી સડસડાટ ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે આસપાસના રાહદારીઓ એકઠા થઈ ગયા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદમાં ઇજાગ્રસ્ત કિરીટભાઈને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્ર પ્રશાંત મેસરીયાની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા આસપાસના સીસીટીવીની તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ રાજ્યોમાં સ્નેચિંગ કરનાર અમદાવાદનો ચોર ઝડપાયો:રીઢો ગુનેગાર પાસેથી 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત, મહેસાણા LCBની કાર્યવાહી
    Next Article
    વરસાદ ખેંચાયો તો 7 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી:ગુજરાતમાં 4 મહિના ચાલે તેટલો ખાંડનો જથ્થો, 90 હજાર પશુઓ સુધી ઘાસચારો પહોંચાડાયો: જીતુ વાઘાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment