Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ રાજ્યોમાં સ્નેચિંગ કરનાર અમદાવાદનો ચોર ઝડપાયો:રીઢો ગુનેગાર પાસેથી 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત, મહેસાણા LCBની કાર્યવાહી

    23 hours ago

    ગુજરાત, કર્ણાટક અને તેલંગાણામાં ચોરી તથા સ્નેચિંગના અનેક બનાવોને અંજામ આપનાર તેમજ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનના સ્નેચિંગના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને મહેસાણા LCBએ પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોનાની ચેન, મોપેડ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા 1.35 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ અણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. અમદાવાદમાંથી એક્સેસ ચોરીને કલર બદલી નાખ્યો હતો એલસીબીની ટુકડી પેટ્રોલીંગમાં હતી, આ દરમિયાન મહેસાણાના રામપુરા ચોકડી અને ખારીનદીના પુલ નજીકથી શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા એક ઇસમની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ અજીત ઉમેશ ઉર્ફે ખટીક (ઉં.વ. 31, રહે. નારણપુરા, અમદાવાદ) તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પાસેથી મળી આવેલું સફેદ રંગનું સુઝુકી એક્સેસ મોપેડ વર્ષ 2018માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ચોરાયું હતું. પોલીસ પકડથી બચવા માટે આરોપીએ કાળા રંગના આ મોપેડ પર સફેદ કલર કરાવી દીધો હતો. વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી લીધી હતી આ ઉપરાંત તેણે પાંચ મહિના પહેલા મહેસાણાના ધોબીઘાટ રોડ પરથી એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી લીધી હોવાની પણ કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 1 લાખ ની કિંમતની સોનાની ચેન, રૂ. 30 હજાર નું મોપેડ અને રૂ. 5 હજાર નો મોબાઇલ ફોન જપ્ત કરી આગળની તપાસ અર્થે તેને મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ મથકે સોંપ્યો છે. પોલીસ મથકોમાં 20થી પણ વધુ ગુનાઓ નોંધાયેલા ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે ગુજરાતના અમદાવાદ, સુરત, મહેસાણા ઉપરાંત કર્ણાટક અને તેલંગાણા રાજ્યના અલગ-અલગ પોલીસ મથકોમાં 20થી પણ વધુ ગુનાઓ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    સુભાષ બ્રિજના કોન્ટ્રાક્ટરને લઈને વિવાદ:'મેયર સાહેબે ના પાડી છે' કહી પ્રેક્ષકોને ગેલેરીમાં બેસવા ન દીધા, ઉગ્ર બોલાચાલી બાદ તમામને બહાર કઢાયો
    Next Article
    સ્વાગત હોલિડે મોલ નજીક હિટ એન્ડ રન, ગિફ્ટસિટીના બેંકકર્મીનું મોત:નોકરી પતાવીને એક્ટિવામાં ચાંદખેડા ઘરે જતાં હતા ને અકસ્માત, અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment