Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાષ બ્રિજના કોન્ટ્રાક્ટરને લઈને વિવાદ:'મેયર સાહેબે ના પાડી છે' કહી પ્રેક્ષકોને ગેલેરીમાં બેસવા ન દીધા, ઉગ્ર બોલાચાલી બાદ તમામને બહાર કઢાયો

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે મળી હતી જેમાં સભાખંડની પ્રેક્ષક ગેલેરીમાં બેસવા મુદ્દે પ્રેક્ષકો, સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રેક્ષકોને ગેલેરીમાં બેસવા દેવામાં ના આવતા કોર્પોરેટરોએ પણ સિક્યુરિટી સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, સિક્યુરિટી ગાર્ડે 'અહીં કોઈને બેસવા દેવાના નથી, મેયર સાહેબે ના પાડી છે' તેમ કહેતાં મામલો વધુ ગરમાયો હતો. અંતે દિક્ષિત કુમાર નામના પ્રેક્ષકે હિતેશ બારોટ મુર્દાબાદના નારા લગાવતા સિક્યુરિટી ગાર્ડે તેમને તથા તેમની સાથેના તમામને બહાર કાઢ્યા હતા. બોલાચાલીની પરિસ્થિતિ વણસતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ત્રણ બોર્ડ બેઠકમાં હાજરી આપી હોવાનો દાવો કર્યો સભાખંડમાંથી બહાર કાઢવામાં આવેલા દિક્ષિત કુમારે જણાવ્યું હતું કે, પાસ ન હોવાનું કારણ આપીને સિક્યુરિટી ગાર્ડે પ્રેક્ષક ગેલેરીમાં બેસવા દીધા નહોતા. તેમણે અગાઉ પાસ વગર ત્રણ બોર્ડ બેઠકમાં હાજરી આપી હોવાનો દાવો કર્યો હતો અને ત્યારે કોઈએ રોક્યા નહોતા. તેમના જણાવ્યા મુજબ, આજે પાસ ફરજિયાત હોવાનું કહેવામાં આવતા તેમણે સિક્યુરિટી પાસેથી આ અંગેના નિયમની કોપી માગી હતી. જોકે, તેમને નિયમની કોપી આપવામાં આવી નહોતી. ત્યારબાદ પકડીને તેમને સભા ખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુભાષબ્રિજનો ખર્ચ વધીને 300 કરોડને આંબી જવાની શક્યતા પૂર્વ વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, AMCનો બ્રિજ વિભાગ સૌથી વિવાદાસ્પદ વિભાગ રહ્યો છે. AMC દ્વારા તા. 4 ડિસેમ્બર, 2025ના રોડ સાંજે સુભાષબ્રિજના સ્પાનમાં તીરાડ જોવા મળતા અને બ્રિજનો ભાગ બેસી જવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાને પગલે તત્કાળ સુભાષબ્રિજ બંધ કરી દઈને રીનોવેશન કરવા અને બે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ હતી. ચામાચિડીયા હોવાને કારણે સુભાષબ્રિજનું યોગ્ય પ્રકારે ઈન્સ્પેક્શન કરવામાં ન આવ્યું હોવાથી 6 મહિના પછી સુભાષબ્રિજ સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાની જાહેર કરાઈ હતી. રૃ.241 કરોડના ખર્ચે સુભાષબ્રિજ બનાવવાનો પ્રાથમિક અંદાજ નક્કી કરાયો છે. પરંતુ સુભાષબ્રિજનો ખર્ચ વધીને રૃ.300 કરોડને આંબી જવાની શક્યતા છે. સરકારે ડીબાર્ડ કરેલા કોન્ટ્રાક્ટરને શા માટે કામ સોંપાયું? AMC બ્રિજ પ્રોજેક્ટ દ્વારા હજુ સુધી સુભાષબ્રિજ અંગેનો રીપોર્ટ રજૂ કરાયો નથી. AMC બ્રિજ પ્રોજેક્ટ દ્વારા સુભાષબ્રિજના અલ્ટ્રા સોનિક ટેસ્ટ, લોડીંગ ટેસ્ટ, વગેરે જેવા ટેસ્ટ કરવામાં આવ્યા નહોતા. AMC દ્વારા સુભાષબ્રિજની કામગીરી ઝડપથી કરવાના બહાના હેઠળ સિંગલ ટેન્ડર મારફતે લગભગ 20 વર્ષ માટે ડીબાર્ડ કારયેલ કોન્ટ્રાક્ટર દિનેશચંદ્ર અગ્રવાલને કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યો છે. 1997માં દિનેશચંદ્ર અગ્રવાલને 20 વર્ષ માટે ડીબાર્ડ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે સરકાર દ્વારા ડીબાર્ડ કરવામાં આવેલ કોન્ટ્રાક્ટરને શા માટે સુભાષબ્રિજનું કામ સોંપવામાં આવ્યું? એવો તેમણે સવાલ કર્યો હતો. સુભાષબ્રિજની ટેન્ડર પ્રક્રિયા પણ વિવાદીત હતી. કોન્ટ્રાક્ટરને પાછળથી કરોડો રૂપિયાનો વધારો આપવાનો આક્ષેપ કર્યો સિંગલ ટેન્ડર આવ્યું તો પણ મંજુર કરવામાં આવ્યું તે વખતે અન્ય એક કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું હતું છતાં તેની બીડ ખોલ્યા વિના જ બારોબાર આ ટેન્ડર મંજુર કરી દેવાયું હતું. સ્પર્ધામાં બીજા કોન્ટ્રાકટર આવે તો પણ તેની પ્રાઇઝ બીડ ન ખોલવામાં આવી. હવે આ કોન્ટ્રાક્ટરને પાછળથી કરોડો રુપિયાનો વધારો આપવાનો તખ્તો ગોઠવી દેવાયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગે સમગ્ર ઘટનાને સત્તાધારી પક્ષની ભૂલ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, મેયર અને ચેરમેનોના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં તેમના ટેકેદારો આવ્યા હતા ત્યારે કોઈ નિયમની વાત કરવામાં આવી નહોતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, તે સમયે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે શું તેઓ ભાજપના કાર્યકર્તાઓ હતા એટલે નિયમ લાગુ કરવામાં આવ્યો નહોતો? લોકોને પ્રેક્ટિકલ રીતે ગેલેરીમાં બેસવા દેવામાં આવે તેમના જણાવ્યા મુજબ, જો તે સમયે જ લોકોને નિયમ મુજબ પાસ લઈને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવ્યા હોત તો આજે આવી સ્થિતિ ઊભી થઈ ન હોત. વધુમાં જણાવ્યું હતું કે, તેમણે મેયરને રજૂઆત કરી હતી કે પ્રેક્ષક ગેલેરીમાં પાસ લઈને બેસવાનો નિયમ છે એ બરોબર છે. પણ આ વખતે લોકોને પ્રેક્ટિકલ રીતે ગેલેરીમાં બેસવા દેવામાં આવે અને ત્યારબાદ તમામ કોર્પોરેટરોને તેમના ટેકેદારોને પાસ લઈને જ ગેલેરીમાં બેસવા માટે જણાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    370 Biryani के बाद अब Sejal Pawar Viral, Pranit More Controversy पर कितनी ख़राब बातें? | Social List
    Next Article
    ત્રણ રાજ્યોમાં સ્નેચિંગ કરનાર અમદાવાદનો ચોર ઝડપાયો:રીઢો ગુનેગાર પાસેથી 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત, મહેસાણા LCBની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment