Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ ખેંચાયો તો 7 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી:ગુજરાતમાં 4 મહિના ચાલે તેટલો ખાંડનો જથ્થો, 90 હજાર પશુઓ સુધી ઘાસચારો પહોંચાડાયો: જીતુ વાઘાણી

    20 hours ago

    રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભા પાકને બચાવવા ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વના નિર્ણયો લીધા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, હાલ નિયમિત 8 કલાક વીજળી આપવામાં આવે છે, પરંતુ પાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્યના 7 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અન્ય કોઈ જિલ્લામાં પણ પાકને પાણીની જરૂરિયાત ઊભી થશે તો ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવશે. સૌની અને સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી ચાલુ વાઘાણીએ જણાવ્યું કે, વરસાદની અછતના કારણે ઊભા પાક સુકાઈ ન જાય તે માટે સૌની યોજના અને સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. મહી કમાન્ડ વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પણ પૂરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કડાણા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી સહિત 7 જિલ્લામાં 10 કલાક વીજળી ખેડૂતોને પાક બચાવવા પૂરતી વીજળી મળી રહે તે માટે અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિત 7 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓને પણ આ લાભ આપવામાં આવશે. 90 હજાર પશુઓ સુધી ઘાસચારો પહોંચાડાયો રાજ્યમાં ઘાસચારાની અછત હોવાની વાતને સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી છે. વાઘાણીએ જણાવ્યું કે, ઘાસચારા માટે જિલ્લા કલેક્ટરોને જરૂરી સત્તા આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં 90 હજાર પશુઓ સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. રાજ્ય પાસે આગામી બે વર્ષ સુધી ચાલે તેટલો ઘાસચારો ઉપલબ્ધ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 4 મહિના ચાલે તેટલો ખાંડનો જથ્થો ખાંડના ભાવ અને ઉપલબ્ધતા અંગે વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની 17 ખાંડ મિલોની દૈનિક પિલાણ ક્ષમતા 17,800 ટન છે. હાલમાં રાજ્યમાં આશરે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે, જે લગભગ ચાર મહિના સુધી ચાલે તેટલો છે. બજારમાં પણ ખાંડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી આગામી સમયમાં ખાંડની અછત ઊભી થવાની શક્યતા નથી. શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવાતું નથી શેરડીમાંથી ખાંડના બદલે સીધું ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા અંગે વાઘાણીએ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં કોઈ ખાંડ મિલ હાલમાં શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી. એકાદ મિલ દ્વારા માત્ર અડધા દિવસ પૂરતો પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ક્યાંય આવો પ્રયોગ ચાલી રહ્યો નથી. મુખ્યમંત્રીનું કેનેડાથી સતત માર્ગદર્શન પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાલમાં કેનેડાના પ્રવાસે છે અને ત્યાંથી પણ રાજ્યની સ્થિતિ અંગે સતત માર્ગદર્શન તથા સૂચનાઓ આપી રહ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી, ઊર્જામંત્રી, જળસંપત્તિ મંત્રી સહિતના મંત્રીઓ સાથે બેઠક યોજીને ખેડૂતો, પાણી, વીજળી, ખાંડ અને ઘાસચારાની સ્થિતિ અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્વાગત હોલિડે મોલ નજીક હિટ એન્ડ રન, ગિફ્ટસિટીના બેંકકર્મીનું મોત:નોકરી પતાવીને એક્ટિવામાં ચાંદખેડા ઘરે જતાં હતા ને અકસ્માત, અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ
    Next Article
    "Not Ideal": Joe Root Reacts To Nightclub Handcuff Row Ahead Of Pakistan Test

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment