Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંભાલમાં અચાનક મહાકાય વૃક્ષ ધરાશાયી, માતા અને બે પુત્રીઓ દબાયાં:મહિલાને ગંભીર ઈજા, પાર્ક કરેલી કારને નુકશાન; સ્થાનિકોના નિષ્ફળ પ્રયાસ બાદ ફાયર વિભાગનું રેસ્ક્યૂ

    11 hours ago

    સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલા મોડલ ટાઉન નજીક એક વિશાળ મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલી 55 વર્ષીય મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જ્યારે તેમની સાથે રહેલી બે નિર્દોષ બાળકીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. વૃક્ષ પડવાને કારણે રસ્તાના કિનારે પાર્ક કરેલી એક કાર પર પણ મોટો કાટમાળ પડતાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. માતા અને બે પુત્રીઓ કાટમાળ નીચે દબાયાં ડુંભાલ મોડલ ટાઉન પાસેથી 55 વર્ષીય છાયાબેન પોતાની 10 વર્ષ અને 5 વર્ષની બે પુત્રીઓ સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થઈને તેમના પર પડ્યું હતું. વૃક્ષ પડતાં જ ત્રણેય લોકો તેના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોના નિષ્ફળ પ્રયાસ બાદ ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કાટમાળ હટાવી મહિલા અને બાળકીઓને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, વૃક્ષ ઘણું વિશાળ હોવાથી લોકો તેને હટાવી શક્યા નહોતા. જેથી તાત્કાલિક ડુંભાલ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર ફાઈટરોની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. મહિલાને માથાના ભાગે ઈજા, કારને મોટું નુકસાન ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ કટર અને અન્ય સાધનોની મદદથી વૃક્ષની ડાળીઓ કાપી કાટમાળ નીચે દબાયેલી બંને બાળકીઓ અને મહિલાને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં છાયાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે બંને બાળકીઓને કોઈ મોટી ઈજા થઈ નહોતી. જ્યારે રસ્તાના કિનારે ઊભેલી કાર પર વૃક્ષ પડતાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ફાયર ટીમે સમગ્ર રસ્તો સાફ કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના વધુ 3 બનાવ:બીમારીથી કંટાળી વૃધ્ધે 12માં માળેથી ઝંપલાવ્યું અને યુવાને ઝેરી દવા પીધી, ત્રીજા બનાવમાં યુવાને અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    પાટણના ગોપીનાથ મંદિરમાં શ્રાવણ માસના મનોરથ:ભગવાનને સુંદર રાજદરબાર સ્વરૂપે સજાવાયા, ભક્તોએ દર્શનનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment