Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના વધુ 3 બનાવ:બીમારીથી કંટાળી વૃધ્ધે 12માં માળેથી ઝંપલાવ્યું અને યુવાને ઝેરી દવા પીધી, ત્રીજા બનાવમાં યુવાને અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    10 hours ago

    રાજકોટ શહેરમાં વધુ 3 આપઘાતની ઘટના સામે આવી છે જેમાં બે યુવાન અને એક વૃધ્ધ દ્વારા આપઘાત કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મવડી પાળ રોડ પર યુવકે બીમારીથી કંટાળી ઝેરી દવા પીધી હોવાનું જયારે બીજા બનાવમાં બીમારીથી કંટાળી વૃધ્ધએ 12માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું અને ત્રીજા બનાવમાં અગમ્ય કારણો સર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 'ધ સ્પેસ' બિલ્ડિંગના 12મા માળેથી ઝંપલાવી વૃદ્ધનો આપઘાત રાજકોટના માધાપર ચોક નજીક ધ સ્પેસ બિલ્ડિંગના ફ્લેટ નંબર ઈ-1204માં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા કિશોરભાઈ દેવચંદભાઈ મશરુ (ઉં.વ.66) ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તેમણે પોતાના ફ્લેટની બારીમાંથી નીચે ઝાંપલાવ્યું હતું. બનાવ અંગે જાણ ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિશોરભાઈ મશરૂ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા જેનાથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીમારીથી કંટાળી યુવકનો આપઘાત રાજકોટ શહેરના મવડી પાળ રોડ પર લાલુભાઇ પારેખ ટાઉનશીપ 103માં રહેતાં ધર્મેશભાઇ કિર્તીકુમાર વોરા (ઉ.વ.35) નામના યુવાને સવારે 4 વાગ્‍યા આસપાસ ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં ધર્મેશભાઇ બે ભાઇમાં નાના હોવાનું અને તેમને સંતાનમાં એક દિકરો હોવાનું સામે આવ્યું છે. પોતે અગાઉ RMCમાં વેરા વિભાગમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર નોકરી કરતાં હતાં હાલ કંઇ કામ કરતાં ન હતા. તેઓને છેલ્લા ઘણા સમયથી ડાયાબીટીશની બિમારી લાગુ પડી હતી જેની સારવાર કરાવવા છતાં ફરક ન પડતાં કંટાળીને પગલુ ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલા પરીન ફર્નિચરની પાછળ રાણી નગર સોસાયટીમાં રહેતા ઋત્વિક શૈલેષભાઈ ભાલુ (ઉં.વ.23) ગઈકાલે બપોરના સમયે દુકાનેથી ઘરે જમવા માટે આવ્યો હતો ત્યારે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાથી પોતાના રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. થોડા સમય બાદ જ્યારે તેની માતા પોતાના કામ પરથી ઘરે પરત ફરી ત્યારે નીચેના ભાગે દીકરો ન દેખાતા તેઓ તેને શોધવા માટે ઉપરના રૂમમાં ગયા હતા. દીકરાને પંખા સાથે લટકતી હાલતમાં જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઋત્વિક તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને એક ભાઈ તથા એક બહેનના નાનો હતો. યુવકના આપઘાત અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    TMC સાંસદોની ગેરલાયકાત પર સમયમર્યાદામાં નિર્ણય લો:સુપ્રીમ કોર્ટે 20 બળવાખોર સાંસદોને નોટિસ ફટકારી
    Next Article
    ડુંભાલમાં અચાનક મહાકાય વૃક્ષ ધરાશાયી, માતા અને બે પુત્રીઓ દબાયાં:મહિલાને ગંભીર ઈજા, પાર્ક કરેલી કારને નુકશાન; સ્થાનિકોના નિષ્ફળ પ્રયાસ બાદ ફાયર વિભાગનું રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment