Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ગોપીનાથ મંદિરમાં શ્રાવણ માસના મનોરથ:ભગવાનને સુંદર રાજદરબાર સ્વરૂપે સજાવાયા, ભક્તોએ દર્શનનો લાભ લીધો

    12 hours ago

    પાટણના સોનીવાડો વિસ્તારમાં આવેલા શ્રી ગોપીનાથજી મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. આખા મહિના દરમિયાન ભગવાન ગોપીનાથજી સમક્ષ વિશેષ પૂજા-અર્ચનાઓ યોજાશે. આ પરંપરાના ભાગરૂપે, આજે એક વિશેષ મનોરથ યોજાયો હતો. જેમાં ભગવાનને "સુંદર રાજદરબાર" સ્વરૂપે સજાવવામાં આવ્યા હતા. ભગવાન ગોપીનાથજીના આ અલૌકિક રાજવી વેશના દર્શન કરીને ઉપસ્થિત ભક્તો ભાવવિભોર બન્યા હતા. અનેક શ્રાવકો અને ભક્તોએ આ સુંદર રાજદરબારના દર્શનનો લાભ લીધો અને આશીર્વાદ મેળવ્યા. શ્રાવણ માસના દરેક દિવસે ભગવાનને અલગ-અલગ થીમ અને શણગાર સાથે અવનવા દર્શન માટે તૈયાર કરવામાં આવશે, જે ભક્તોને નવો અને વિશેષ અનુભવ પૂરો પાડશે. પાટણના તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર માસ દરમિયાન શ્રી ગોપીનાથ મંદિરમાં પધારીને ભગવદ્ દર્શન અને સેવા-પૂજાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
    Click here to Read More
    Previous Article
    ડુંભાલમાં અચાનક મહાકાય વૃક્ષ ધરાશાયી, માતા અને બે પુત્રીઓ દબાયાં:મહિલાને ગંભીર ઈજા, પાર્ક કરેલી કારને નુકશાન; સ્થાનિકોના નિષ્ફળ પ્રયાસ બાદ ફાયર વિભાગનું રેસ્ક્યૂ
    Next Article
    Explained: Why Yash's Toxic Is Releasing This Wednesday Instead Of Friday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment