Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડરના સરકારી દવાખાનામાં ચોરીનો પ્રયાસ:રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘટના, પોલીસને જાણ કરાઈ

    2 days ago

    ઈડરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સરકારી દવાખાનામાં ગત રાત્રિએ ચોરીનો પ્રયાસ થયો હતો. અજાણ્યા ઈસમોએ દવાખાનામાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો હતો અને તિજોરીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. ચોરોએ કયા આશયથી દવાખાનાને નિશાન બનાવ્યું તે સ્પષ્ટ નથી. દવાખાનામાં મેડિકલ સામગ્રી અને દસ્તાવેજી પુરાવા હોય છે, રોકડ રકમ સામાન્ય રીતે હોતી નથી. જોકે, ચોરોએ અંદરની સામગ્રીને અસ્તવ્યસ્ત કરી દીધી હતી. આ અંગે ડોક્ટર ધ્રુવકુમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દવાખાનામાં ચોરીનો પ્રયાસ થયો છે. અમારા દવાખાનામાં રોકડ રકમ હોતી નથી, પરંતુ રેકોર્ડ્સ અને દવાઓ જેવી મેડિકલ સામગ્રી હોય છે. આ સામગ્રી હાલ વેરવિખેર હાલતમાં મળી આવી છે અને તિજોરીઓને પણ નુકસાન થયું છે. ડોક્ટર ધ્રુવકુમારે વધુમાં જણાવ્યું કે, તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી છે. પોલીસ ઘટનાસ્થળે આવી યોગ્ય દિશામાં તપાસ કરશે ત્યારે જ સાચી હકીકત બહાર આવશે. હાલ ઈડર શહેરમાં આ ચોરીના પ્રયાસે ચર્ચા જગાવી છે. ચોરોએ રેલવે સ્ટેશન ખાતે આવેલા સરકારી દવાખાનાની બાજુમાં આવેલા જલારામ મંદિરની પાછળના ભાગે પણ દિવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં પણ ચોરોના હાથમાં કંઈ લાગ્યું હોય તેવું જણાતું નથી. પોલીસે હવે કયા આશયથી આ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાખણી- દિયોદર સુજલામ સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતોનું પ્રદર્શન:ચોગા પમ્પિંગ સ્ટેશનથી તાત્કાલિક પૂરતું પાણી છોડવા માંગ; મુખ્યમંત્રીની જાહેરાત છતાં છેવાડા સુધી પાણી ન પહોંચ્યું
    Next Article
    ધંધુસર શાળામાં 325 વિદ્યાર્થીઓ, માત્ર 9 વર્ગખંડ:જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લઈ વર્ગખંડ વધારવા અને શિક્ષકોના ભારણ ઘટાડવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment