Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખણી- દિયોદર સુજલામ સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતોનું પ્રદર્શન:ચોગા પમ્પિંગ સ્ટેશનથી તાત્કાલિક પૂરતું પાણી છોડવા માંગ; મુખ્યમંત્રીની જાહેરાત છતાં છેવાડા સુધી પાણી ન પહોંચ્યું

    2 days ago

    વાવ-થરાદ જિલ્લાના લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા વાસણા નજીક કેનાલ પર એકઠા થઈને ઢોલ વગાડી અનોખી રીતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા જતાં ખેડૂતો મગફળી સહિતના સુકાઈ રહેલા પાકને બચાવવા માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પૂરતું પાણી છોડવાની જાહેરાત કરી હોવા છતાં, તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચ્યું નથી. આથી ખેડૂતોએ ચોગા પમ્પિંગ સ્ટેશનના પંપ શરૂ કરી 24 કલાક સતત પાણી આપવાની કડક માંગ કરી છે. ઢોલ વગાડી ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો લાખણી અને દિયોદર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો વાસણા નજીક સુજલામ સુફલામ કેનાલ પર એકઠા થયા હતા. તેમણે ઢોલ વગાડીને અનોખો રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ખેડૂતોએ "સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો" અને "જય જવાન, જય કિસાન"ના મોટેથી નારા લગાવી તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવાની ઉગ્ર માંગ કરી હતી. પાણીના અભાવે મગફળી સહિતના પાકો સુકાવા લાગ્યા વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેતીના પાકને સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. છેલ્લા 5 દિવસથી કેનાલમાં પાણી બંધ હોવાથી મગફળી સહિતના પાક સુકાઈ રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ભારે આર્થિક નુકસાન થવાનો ભય વ્યાપી ગયો છે. સતત નીચે જઈ રહેલા भूગર્ભ જળસ્તરને કારણે કેનાલનું પાણી પાક બચાવવા અત્યંત જરૂરી બન્યું છે. સરકારી જાહેરાત છતાં છેવાડાના વિસ્તારમાં પાણી ન પહોંચ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પૂરતું પાણી છોડવાની જાહેરાત કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર, અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતાના કારણે છેવાડા સુધી પાણી પહોંચ્યું નથી. જેથી સરકારે આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને તમામ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ચોગા પમ્પિંગ સ્ટેશનના પંપ તાત્કાલિક શરૂ કરવા માંગ ખેડૂતોએ ચોગા પમ્પિંગ સ્ટેશનના 5 થી 6 પંપ તાત્કાલિક ચાલુ કરીને કેનાલમાં સતત 24 કલાક પાણી છોડવાની માંગ કરી છે. આ પંપ શરુ કરવાથી જ લાખણી અને દિયોદર તાલુકાના પૂર્વ પટ્ટા સુધી પાણી પહોંચાડી શકાશે, જેથી સુકાઈ રહેલા પાકને નવું જીવન મળી શકે. પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂત આગેવાન અમરાભાઈએ જણાવ્યું કે જો ટૂંક સમયમાં કેનાલમાં પાણી નહીં પહોંચાડાય તો લાખણી અને દિયોદરના ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે. હાલમાં ખેડૂતો માટે પાક બચાવવો એ જ મુખ્ય મુદ્દો છે અને સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધુ ગંભીર બનશે.
    Click here to Read More
    Previous Article
    ડુંગળીના ભાવમાં ₹20થી 25નો વધારો, હજી વધુ મોંઘી થશે:બે મહિના સુધી માર સહન કરવો પડી શકે, લોકોએ કહ્યું-ખાંડ પછી હવે ડુંગળી રડાવી રહી છે
    Next Article
    ઈડરના સરકારી દવાખાનામાં ચોરીનો પ્રયાસ:રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘટના, પોલીસને જાણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment