Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુસર શાળામાં 325 વિદ્યાર્થીઓ, માત્ર 9 વર્ગખંડ:જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લઈ વર્ગખંડ વધારવા અને શિક્ષકોના ભારણ ઘટાડવા માંગ કરી

    2 days ago

    વંથલી તાલુકાના ધંધુસર ગામની સરકારી શાળા અને આંગણવાડીની જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે મુલાકાત લીધી હતી. તેમણે શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાતમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગીરીશ આરદેશણા, મહામંત્રી ભાવેશ કાતરિયા, રામ દિવરાણીયા સહિતના આગેવાનો અને ગ્રામજનો પણ જોડાયા હતા. ધોરણ 1 થી 8 ની આ સરકારી શાળામાં આશરે 325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં માત્ર 9 વર્ગખંડ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકોએ રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ તાત્કાલિક 3 થી 4 વધારાના વર્ગખંડોની જરૂરિયાત છે. હાલમાં લોબીમાં પણ લેબની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે પૂરતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની જવાબદારી છે. તેમણે ધંધુસર શાળામાં જરૂરી વધારાના વર્ગખંડોને તાત્કાલિક મંજૂરી આપી તેનું નિર્માણ પૂર્ણ કરવાની માંગ કરી હતી. મુલાકાત દરમિયાન શિક્ષકોએ ઓનલાઇન સરકારી કામગીરી અંગે પણ રજૂઆતો કરી હતી. SSA, SAS, Digital Gujarat, U-DISE Plus જેવી વિવિધ ઓનલાઇન વ્યવસ્થાઓમાં વિદ્યાર્થીઓની વિગતો વારંવાર ભરવાની કામગીરીને કારણે શિક્ષકોનો મોટો સમય વહીવટી કામગીરીમાં ખર્ચાઈ રહ્યો છે. આશરે 80 જેટલી વિદ્યાર્થી વિગતો અલગ-અલગ ઓનલાઇન સિસ્ટમમાં દાખલ કરવાથી શિક્ષણ કાર્ય પર અસર થતી હોવાનું જણાવાયું હતું. આ અંગે અમિત પટેલે વિદ્યાર્થીઓની વિગતો માટે એક જ સંકલિત ડિજિટલ સિસ્ટમ ઊભી કરવાની માંગ કરી હતી. જેથી એક વખત માહિતી દાખલ કર્યા બાદ તે તમામ જરૂરી સરકારી વિભાગો અને પોર્ટલ પર ઉપલબ્ધ થઈ શકે અને શિક્ષકોને વારંવારની ઓનલાઇન કામગીરીમાંથી રાહત મળે. આ ઉપરાંત, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા SIRની કામગીરી તેમજ અન્ય બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ ઘટાડવા અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી શક્ય તેટલી મુક્તિ આપી તેઓ સંપૂર્ણ ધ્યાન શિક્ષણ કાર્ય પર કેન્દ્રિત કરી શકે તેવું આયોજન કરવાની માંગ કરાઈ હતી. અમિત પટેલે અંતમાં જણાવ્યું હતું કે, “શિક્ષકોનું મુખ્ય કાર્ય બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે. તેમને સતત બિન-શૈક્ષણિક અને ઓનલાઇન કામગીરીમાં વ્યસ્ત રાખવાને બદલે સરકારે યોગ્ય આયોજન કરવું જોઈએ. ધંધુસર શાળામાં જરૂરી વર્ગખંડોની ઘટ તાત્કાલિક દૂર કરવામાં આવે અને શિક્ષકોની સમસ્યાઓનો ગંભીરતાથી ઉકેલ લાવવામાં આવે.”
    Click here to Read More
    Previous Article
    ઈડરના સરકારી દવાખાનામાં ચોરીનો પ્રયાસ:રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘટના, પોલીસને જાણ કરાઈ
    Next Article
    સુરતમાં સિવિલ હોસ્પિટલ H1N1 સામે સજ્જ:આરોગ્ય મંત્રીની ટકોર બાદ 5 વોર્ડમાં સ્પેશિયલ બેડ રિઝર્વ, હાલ એક પણ કેસ ન હોવાથી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment