Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલની બે દિવ્યાંગ એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે:હોંગકોંગમાં 'બોલિંગ કેરી ગેમ'માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે

    1 day ago

    પંચમહાલ જિલ્લાની બે દિવ્યાંગ એથ્લેટ્સ જ્યોતિકા રાઠવા અને છાયલ પરમાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા હોંગકોંગ ખાતે આયોજિત 'બોલિંગ કેરી ગેમ'માં ભાગ લેવા માટે આ બંને ખેલાડી રવાના થઈ છે. આ સિદ્ધિથી પંચમહાલ જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ છે. આ ખેલાડીઓની સફળતાની શરૂઆત નેશનલ ચેમ્પિયનશિપમાં પસંદગીથી થઈ હતી. રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ, બંને એથ્લેટ્સે દિલ્હી અને પુડુચેરી ખાતે આશરે પાંચથી છ સઘન કોચિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. તેમની સતત મહેનત અને યોગ્ય તાલીમના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તેમની પસંદગી થઈ. આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે હેતુથી, વડોદરાની ઊર્મિ સ્કૂલની હોસ્ટેલમાં તેમના માટે 12 દિવસના વિશેષ રહેઠાણ અને તાલીમની વ્યવસ્થા કરાઈ હતી. આ તાલીમ દરમિયાન, બંને એથ્લેટ્સે ઓર્બિટ મોલના ટાઇમઝોન ખાતે 'બોલિંગ કેરી ગેમ'ની નિયમિત પ્રેક્ટિસ કરી હતી. સ્પેશિયલ એજ્યુકેટર નેહાબેન ત્રિવેદી અને શીતલબેન શાહ દ્વારા તેમને સવાર-સાંજ સતત માર્ગદર્શન અને વિશિષ્ટ તાલીમ પૂરી પાડવામાં આવી હતી. ધોરણ 8 અને 9માં જેપૂરા અને વાંઝિયાઆંબા શાળાની આ બંને વિદ્યાર્થીનીઓને ઊર્મિ સ્કૂલ હાલોલ ખાતે નિયમિત પી.ટી. અને શારીરિક તાલીમ પણ આપવામાં આવી હતી. આ 12 દિવસના સઘન તાલીમ સમયગાળા દરમિયાન, બંને એથ્લેટ્સે અદ્ભુત ઉત્સાહ, કડક શિસ્ત અને સખત મહેનત સાથે પ્રેક્ટિસ કરીને પોતાની રમતને વધુ નિખારી હતી. આ સમગ્ર સફળતાની યાત્રા પાછળ તમામ સ્પેશિયલ એજ્યુકેટર્સની નિષ્ઠા અને બી.આર.સી. કોર્ડિનેટર ધર્મેન્દ્રભાઈ ખાંટનું વહીવટી તથા નૈતિક માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેમના અથાક પ્રયાસોથી જ આ બંને દીકરીઓ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે પંચમહાલનું નામ રોશન કરવા જઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજ-માધાપરમાં બે દુકાનો પર દરોડા:આર્મીના પ્રતિબંધિત યુનિફોર્મનો મોટો જથ્થો ઝડપાયો
    Next Article
    BRTS બસમાં ચડતો યુવક પટકાયો, ટાયર ફરી વળ્યું, CCTV:4 દિવસની સારવાર બાદ દમ તોડ્યો, ભાઠેનામાં સિદ્ધિવિનાયક મંદિર નજીકનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment