Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ-માધાપરમાં બે દુકાનો પર દરોડા:આર્મીના પ્રતિબંધિત યુનિફોર્મનો મોટો જથ્થો ઝડપાયો

    1 day ago

    કચ્છના ભુજ અને માધાપર વિસ્તારમાં મિલિટરી ઇન્ટેલિજન્સ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે. બે આર્મી સ્ટોર્સ પર દરોડા પાડીને આર્મીના પ્રતિબંધિત યુનિફોર્મનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સરહદી જિલ્લામાં ગેરકાયદેસર યુનિફોર્મના સંગ્રહ અને વેપારનો પર્દાફાશ થયો છે. ભુજ RTO સર્કલ નજીક આવેલા 'ઢાકા આર્મી જનરલ સ્ટોર' અને માધાપરના ઓધવ ઈવરનગર વિસ્તારમાં આવેલા 'રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ સ્ટોર' પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. મિલિટરી ઇન્ટેલિજન્સ, ભુજ અને ભુજ બી-ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન બંને દુકાનોમાંથી આર્મીના કોમ્બેટ યુનિફોર્મ સંબંધિત પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. દરોડામાં આશરે 128 મીટર આર્મી કોમ્બેટ યુનિફોર્મનું કાપડ, 50 જોડી કોમ્બેટ ડ્રેસ, 280 કેપ અને 36 કોટ-જેકેટ સહિતનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. પ્રાથમિક તપાસમાં આ સામગ્રીનો નિયમ વિરુદ્ધ સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું અને તેને અન્ય સ્થળે મોકલવાની તૈયારીઓ ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે નથુસિંહ ઈરવરમ ઢાકા, કાનજી તેજા મહેશ્વરી અને દુકાનમાલિક તારાચંદ રામકુમાર શિવરાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમારની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ પાકિસ્તાન સરહદને અડીને આવેલો સંવેદનશીલ જિલ્લો છે. સેનાના યુનિફોર્મ અને તેની ઓળખ સંબંધિત સામગ્રીનો બિનઅધિકૃત ઉપયોગ સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. આવા કપડાંનો દુરુપયોગ કરીને કોઈ વ્યક્તિ સૈનિક તરીકે ખોટી ઓળખ ઊભી ન કરે તે સુનિશ્ચિત કરવા એજન્સીઓ તપાસ કરી રહી છે. જપ્ત કરાયેલો જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં નશા મુક્તિ અભિયાન:DLSA દ્વારા એસ.બી.શર્મા સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    પંચમહાલની બે દિવ્યાંગ એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે:હોંગકોંગમાં 'બોલિંગ કેરી ગેમ'માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment