Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTS બસમાં ચડતો યુવક પટકાયો, ટાયર ફરી વળ્યું, CCTV:4 દિવસની સારવાર બાદ દમ તોડ્યો, ભાઠેનામાં સિદ્ધિવિનાયક મંદિર નજીકનો બનાવ

    1 day ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસના ચાલકોની ઘોર બેદરકારીના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમાં શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર નજીક બીઆરટીએસ બસમાં ચઢવા જતા પડી જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. બસમાં ચડતી વખતે પગ લપસ્યો, ટાયર ફરી વળ્યું મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ગત 17 તારીખના રોજ બન્યો હતો. ભાઠેના સિદ્ધિવિનાયક મંદિર પાસેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ભારે ભીડ હતી. આ દરમિયાન બસ આવતાં જ મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દેવ કોરવાલા નામનો યુવક બસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ ડ્રાઇવરે દરવાજો બંધ કર્યા વિના કે મુસાફર સંપૂર્ણ ચડી ગયો છે તેની ખાતરી કર્યા વગર અચાનક બસ આગળ હંકારી દીધી હતી. ધક્કામુક્કી અને અસંતુલનને કારણે દેવ સીધો નીચે પટકાયો હતો અને બસનું પાછળનું ભારે ટાયર તેના પગ પર ફરી વળ્યું હતું. 4 દિવસની સારવાર બાદ દમ તોડ્યો ગંભીર રીતે ઘવાયેલા દેવને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સઘન સારવાર દરમિયાન 4 દિવસ બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક દેવ કોરવાલા બે ભાઈઓમાં સૌથી નાનો દીકરો હતો. ઘરના વહાલસોયા નાના પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતાં જ સમગ્ર પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલની બે દિવ્યાંગ એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે:હોંગકોંગમાં 'બોલિંગ કેરી ગેમ'માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે
    Next Article
    ડીસામાં શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ:યુવકને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો, સેમ્પલ પુણે મોકલાયા; નાની આખોલ ગામમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment