Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સૈનિકો માટે રાખડીઓ બનાવી:યુવા ફાઉન્ડેશનના અભિયાન હેઠળ દેશભક્તિનો સંદેશ પહોંચાડ્યો

    1 day ago

    પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલના ૧૧૦થી વધુ વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશની સરહદો પર ફરજ બજાવતા વીર જવાનો માટે રાખડીઓ બનાવી છે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓએ સૈનિકો પ્રત્યે પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. યુવા ફાઉન્ડેશન દ્વારા 'રાખી ટુ આર્મ્ડ ફોર્સીસ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો હેતુ દેશના વીર સૈનિકો સાથે લાગણીનો પવિત્ર સંબંધ જોડવાનો છે. આ અભિયાનમાં શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના હાથે બનાવેલી રાખડીઓ યુવા ફાઉન્ડેશનને અર્પણ કરી. વિદ્યાર્થીઓએ 'વેસ્ટમાંથી બેસ્ટ'ના વિચારને અમલમાં મૂકીને વિવિધ નકામી સામગ્રીમાંથી કલાત્મક અને આકર્ષક રાખડીઓ તૈયાર કરી હતી. આ સર્જનાત્મક પ્રવૃત્તિમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ સાથે દેશપ્રેમની ભાવના પણ જોવા મળી હતી. તૈયાર કરાયેલી દરેક રાખડી સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યેના પ્રેમ, આદર અને કૃતજ્ઞતાની લાગણી દર્શાવે છે. વિદ્યાર્થીઓએ આ રાખડીઓ દ્વારા સંદેશ પાઠવ્યો છે કે, "તમે સરહદ પર દેશની રક્ષા કરો છો, ત્યારે સમગ્ર દેશ તમારી સાથે છે." આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન શાળાના મદદનીશ શિક્ષિકા બહેનો બીનાબેન પટેલ, ડૉ. ગીતાબેન પરમાર તથા લીલાબેન વિસાત દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. શિક્ષિકાઓએ વિદ્યાર્થીઓને કાર્યક્રમના હેતુ સાથે જોડીને તેમની સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 2 બોગસ તબીબ ઝડપાયા:SOGએ સમી અને પાટણ તાલુકામાંથી રૂ. 8,460નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    મિસફાયરિંગ કેસમાં PSIના સસ્પેન્શનની તૈયારીઓ:પી. એચ. મકવાણાને તાત્કાલિક અસરથી બદલી કરી હેડક્વાર્ટરમાં મુકાયા, ઈજાગ્રસ્ત અરવિંદભાઈ હજુ પણ સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment