Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 2 બોગસ તબીબ ઝડપાયા:SOGએ સમી અને પાટણ તાલુકામાંથી રૂ. 8,460નો મુદ્દામાલ જપ્ત કર્યો

    1 day ago

    પાટણ જિલ્લા SOG ટીમે સમી અને પાટણ તાલુકા વિસ્તારમાંથી બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. આ તબીબો કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા હતા. SOG ટીમે મેડિકલ ઓફિસર સાથે રાખીને કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન બોગસ તબીબો પાસેથી ઇન્જેક્શનો, દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 8,460.28નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સામે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં બી.એન.એસ-2023 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને SOG પાટણના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં જુબેરખાન મોરાદખાન ખોખર (ઉંમર 26, રહે. મુજપુર, તા. શંખેશ્વર, જી. પાટણ) સામે સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જ્યારે શૈલેષભાઈ શંકરભાઈ રાવળ (ઉંમર 52, રહે. જીવરાજ પાર્ક, પાટણ, મૂળ રહે. ભેમોસણ, જી. પાટણ) સામે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ ટીમે ખાનવેલ રોજગાર મેળાની મુલાકાત લીધી:યુવાનો સાથે સંવાદ કરી રોજગારની તકો જાણી
    Next Article
    શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સૈનિકો માટે રાખડીઓ બનાવી:યુવા ફાઉન્ડેશનના અભિયાન હેઠળ દેશભક્તિનો સંદેશ પહોંચાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment