Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ ટીમે ખાનવેલ રોજગાર મેળાની મુલાકાત લીધી:યુવાનો સાથે સંવાદ કરી રોજગારની તકો જાણી

    2 days ago

    સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. ભાજપ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાના નેતૃત્વ હેઠળ ભાજપની ટીમે આ મેળાની મુલાકાત લીધી હતી. ટીમે મેળામાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને રોજગારદાતાઓ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી તકો વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો સાથે સંવાદ કરીને તેમની રોજગાર સંબંધિત જરૂરિયાતો, અનુભવો અને ઉપલબ્ધ તકો અંગે જાણકારી મેળવી હતી. આવા રોજગાર મેળા યુવાનોને સ્થાનિક સ્તરે નવી રોજગારની તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. રોજગાર ક્ષેત્રે યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને તકો મળે તે દિશામાં આવા આયોજનોને એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ સની ભીમરા, સિલવાસા નગરપાલિકા પ્રમુખ સોમનાથ પાટીલ, નગરપાલિકા કાઉન્સિલર રજનીબેન શેટ્ટી, જિનલબેન પટેલ, સુમનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, ખાનવેલ જિલ્લાના પદાધિકારીઓ અને ભાજપના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કુલપતિ પર નકલી નોટનો વરસાદ કરી NSUIનો વિરોધ:ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કથિત કૌભાંડ મામલે કાર્યવાહીની માગ
    Next Article
    પાટણમાં 2 બોગસ તબીબ ઝડપાયા:SOGએ સમી અને પાટણ તાલુકામાંથી રૂ. 8,460નો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment