Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલ.જે.યુનિવર્સિટીમાં NSUIએ નકલી ચલણી નોટો ઉડાવી વિરોધ દર્શાવ્યો:નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ પાસેથી 6 હજાર ફી વધુ વસૂલ્યા હોવાનો આક્ષેપ, ફી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    4 days ago

    અમદાવાદની જાણીતી એલ.જે. યુનિવર્સિટી ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની નિયમિત ફી લીધા બાદ પણ, પરીક્ષા ફીના નામે ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોનો સરેઆમ ભંગ કરીને 6 હજારની વધારાની રકમ વસૂલવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો છે. આ લૂંટના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એલ.જે. યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે હંગામો મચાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રજૂઆત ન સાંભળતા કેમ્પસમાં નકલી ચલણી નોટોનો વરસાદ કર્યો વિગતો મુજબ શિક્ષણને સેવાને બદલે વેપારનું સાધન બનાવવામાં આવી રહ્યું હોવાના આક્રોશ સાથે NSUIની ટીમ યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. જોકે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકર્તાઓની રજૂઆત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી મનીષ શાહ દ્વારા સાંભળવામાં આવી નહોતી. તંત્રના આ નકારાત્મક વલણના કારણે કાર્યકર્તાઓ ભારે રોષે ભરાયા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં જ તંત્ર સામે જોરદાર સૂત્રોચ્ચાર કરીને નકલી ચલણી નોટો હવામાં ઉડાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જે આખા કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વિદ્યાર્થીઓ પાસે લાખોની ઉઘરાણી NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા FRCના નિયમોની સરેઆમ અવગણના કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી ઓલરેડી લાખો રૂપિયા ફી પેટે વસૂલવામાં આવતા હોવા છતાં, પરીક્ષાના નામે માથાદીઠ 6 હજાર વધારાના ઉઘરાવીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પર આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે. પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે વસૂલવામાં આવેલી આ વધારાની ફી તાત્કાલિક ધોરણે પરત (Refund) કરવામાં આવે. “ખાનગી યુનિવર્સિટીઓ શિક્ષણ નહીં, પૈસા કમાવવાનો રાફડો બની” ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાતમાં દિવસે ને દિવસે ખાનગી યુનિવર્સિટીઓનો રાફડો ફાટ્યો છે. આ સંસ્થાઓ શિક્ષણ આપવા માટે નહીં પરંતુ માત્ર ગેરકાયદેસર રીતે પૈસા કમાવવા માટે બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એલ.જે. યુનિવર્સિટીમાં FRCના નિયમો વિરૂદ્ધ જઈને જે 6 હજારની ઉઘરાણી કરાઈ રહી છે તેની સામે અમે ન્યાય માંગવા આવ્યા છીએ." શિક્ષણ મંત્રીને રજૂઆત અને ઉગ્ર આંદોલનની ચીમકી NSUIના મહામંત્રીએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી વધારાની ફી પરત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ ઉપરાંત, આ મુદ્દે ટૂંક સમયમાં જ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીને રૂબરૂ લેખિત રજૂઆત કરવામાં આવશે અને નિયમ વિરૂદ્ધ ફી વસૂલતી આવી ખાનગી યુનિવર્સિટીઓ સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના વિશીપરા રોડની બિસ્માર હાલતથી રહીશો પરેશાન:તાકીદે સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ:4ની સ્થિતિ ગંભીર, એક ICUમાં દાખલ; વિદ્યાર્થિનીએ કહ્યું - "સવારે બનાવેલું ભોજન બપોરે અને સાંજે આપે છે"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment