Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના વિશીપરા રોડની બિસ્માર હાલતથી રહીશો પરેશાન:તાકીદે સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

    3 days ago

    મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 માં આવેલા વિશીપરા મેઈન રોડની ખરાબ હાલતને કારણે સ્થાનિક રહીશો અને કોંગ્રેસના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે આજે રહીશો અને કોંગ્રેસના આગેવાનોએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સોનીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે રોડની બિસ્માર હાલતને કારણે સ્થાનિક લોકોને રોજબરોજ હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વરસાદી મોસમમાં રોડ પર પાણી ભરાવા અને ખાડાઓના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે. રહીશો અને કોંગ્રેસના આગેવાનોએ તાત્કાલિક રોડનું સમારકામ શરૂ કરીને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં વધુ 5 ખૂંખાર આતંકી પકડાયા:પેટ્રોલ છાંટી ઘોડા સાથે બગી સળગાવી, અમદાવાદમાં કૉંગ્રેસ નેતાના ભત્રીજાની લુખ્ખાગીરી, 44 તાલુકામાં વરસાદ
    Next Article
    એલ.જે.યુનિવર્સિટીમાં NSUIએ નકલી ચલણી નોટો ઉડાવી વિરોધ દર્શાવ્યો:નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ પાસેથી 6 હજાર ફી વધુ વસૂલ્યા હોવાનો આક્ષેપ, ફી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment