Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ:4ની સ્થિતિ ગંભીર, એક ICUમાં દાખલ; વિદ્યાર્થિનીએ કહ્યું - "સવારે બનાવેલું ભોજન બપોરે અને સાંજે આપે છે"

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-KGBVમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગઇકાલે 16 જુલાઇએ વિદ્યાલયમાં અભ્યાસ કરતી કુલ 215 વિદ્યાર્થિનીઓએ રાત્રે ભોજનના ખીર ખાધી હતી. ત્યારબાદ આજે 17 જુલાઇએ સવારે 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જે. ગોહિલના જણાવ્યા મુજબ પ્રાથમિક અનુમાન પ્રમાણે ભોજનમાં આપવામાં આવેલી ખીર ખાધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હતી. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ભોજનના નમૂનાઓ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ વિદ્યાર્થિનીઓને પહેલા સ્થાનિક દવાખાને અને બાદમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ 4 વિદ્યાર્થિનીઓની સ્થિતિ ગંભીર છે અને એકને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ICUમાં દાખલ કરવામાં આવી છે. અન્ય તમામની સ્થિતિ સ્થિર છે. 10 એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થિનીઓને ચુડા અને સુરેન્દ્રનગર હોસ્પિટલોમાં ખસેડાઈ ફૂડ પોઇઝનિંગની અસર બાદ અંદાજે 10 એમ્બ્યુલન્સ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જે. ગોહિલના જણાવ્યા મુજબ 147 અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓમાંથી 102 વિદ્યાર્થિનીઓને ચુડા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્યને વધુ સારવાર માટે લીંબડી અને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે તાત્કાલિક સારવારની વ્યવસ્થા ઉભી કરી હતી. 4ની સ્થિતિ ગંભીર થતાં સુરેન્દ્રનગર ખસેડાઇ, એક ICUમાં દાખલ લીંબડી-ચુડા મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ હોસ્પિટલની મુલાકાત બાદ જણાવ્યું હતું કે હાલ તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર છે. જોકે, ચાર જેટલી વિદ્યાર્થિનીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. એક વિદ્યાર્થિનીની સ્થિતિ વધુ ગંભીર બનતા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ICUમાં દાખલ કરવામાં આવી છે. અન્ય તમામની સ્થિતિ સ્થિર છે. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ફૂડના નમૂનાઓ લેવામાં આવશે અને તપાસમાં જે કોઈની બેદરકારી સામે આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગની ટીમ સતત સારવારમાં વ્યસ્ત સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા મોટાભાગના વિદ્યાર્થીઓની હાલત હાલમાં સ્થિર છે. હોસ્પિટલમાં બે પીડીયાટ્રીશિયન, 10 મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓની ટીમ સતત સારવાર આપી રહી છે. માત્ર એક વિદ્યાર્થિનીની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને વિશેષ સારવાર માટે રીફર કરવામાં આવી છે. વિદ્યાર્થિનીઓને 24 કલાક તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે મોટા ભાગે નિયંત્રણમાં છે. ચુડા, લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલોમાં દાખલ તમામ વિદ્યાર્થિનીઓને 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે પ્રાથમિક રીતે ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે અને તપાસ પૂર્ણ થયા બાદ જેની પણ બેદરકારી સામે આવશે તેની સામે સરકાર કડક કાયદેસરની કાર્યવાહી કરશે. હોસ્ટેલમાં સવારે બનાવેલો ખોરાક બપોરે અને સાંજે આપે છે : વિદ્યાર્થિની શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી ભૂમિકા કણોતરા નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના પ્રશાસન અને શિક્ષકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થિના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં સવારે બનાવેલો ખોરાક બપોરે અને રાત્રે પણ પીરસવામાં આવે છે, જેના કારણે અનેક છોકરીઓ બીમાર પડી રહી છે. તાજેતરમાં જ વિદ્યાર્થિનીઓને બે વખત ખીર પીરસવામાં આવી હતી, જેમાં કંઈક પડી ગયું હોવાની આશંકા છે અને તેના લીધે જ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. આટલું જ નહીં, જ્યારે વિદ્યાર્થિનીઓ આ અંગે શિક્ષકોને ફરિયાદ કરે છે, ત્યારે તેમને શાળામાંથી LC પકડાવી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. હોસ્ટેલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે અને દૂરથી આવતા વાલીઓને પણ મહિનાના માત્ર ચોથા રવિવારે જ તેમની દીકરીઓને મળવા દેવાનો કડક નિયમ લાદીને પરેશાન કરવામાં આવે છે. વાલીઓએ હોસ્ટેલ સંચાલન સામે ઉઠાવ્યા ગંભીર સવાલો ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કુડલા ગામની વાલી અનસૂયાબેન કાણોતરાએ આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીની તબિયત બગડ્યા છતાં હોસ્ટેલ તરફથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. તેમણે દાવો કર્યો કે વાલીઓને અંદર જવા પણ દેવામાં આવતા નહોતા અને ઘણી વિદ્યાર્થિનીઓના વાલીઓને મોડેથી જાણ થઈ હતી. ચોકડી ગામના વાલી રાજેશભાઈ ચૌહાણે પણ જણાવ્યું હતું કે વાલીઓને સમયસર જાણ કરવામાં આવી નહોતી અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તપાસ બાદ સામે આવશે ઘટનાનું સાચું કારણ આ સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય વિભાગ, ફૂડ સેફ્ટી વિભાગ અને વહીવટી તંત્રે સંયુક્ત તપાસ શરૂ કરી છે. ભોજનના નમૂનાઓની લેબોરેટરી તપાસ બાદ ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ તંત્રનું મુખ્ય ધ્યાન તમામ વિદ્યાર્થિનીઓને ઝડપથી સ્વસ્થ બનાવી સુરક્ષિત રીતે હોસ્ટેલમાં પરત મોકલવાનું છે, જ્યારે વાલીઓ ઘટનાની પારદર્શક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એલ.જે.યુનિવર્સિટીમાં NSUIએ નકલી ચલણી નોટો ઉડાવી વિરોધ દર્શાવ્યો:નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ પાસેથી 6 હજાર ફી વધુ વસૂલ્યા હોવાનો આક્ષેપ, ફી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    રાંદેર અને વરાછા ઝોનમાં કરોડોના ખર્ચે રાત્રી ફૂડ બજાર બનશે:શાકમાર્કેટ અને નવી સુમન સ્કૂલ બનાવવા સહિતનો સુરત મનપા સ્ટેન્ડિંગમાં આવતીકાલે નિર્ણય થઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment