Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા યુવા અભ્યુદય પર્વ યોજાયું:વિદ્વાન સંતોએ જીવન વિકાસ અને સમયના મહત્વ અંગે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા

    2 days ago

    શ્રાવણ માસ દરમિયાન ભક્તોના હૃદયમાં વ્રત, તપ, સંયમ, સમર્પણ, કથા શ્રવણ અને ભક્તિનો ઉલ્લાસ છવાયેલો રહે છે. આ પવિત્ર અવસરે સુરત-કામરેજ રોડ પર વાલક પાટીયા પાસે આવેલા જમનાબા વિદ્યાર્થી ભવનના કેશુભાઈ પટેલ ઓડિટોરીયમ ખાતે 18 થી 45 વર્ષના યુવાનો માટે સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ‘યુવા અભ્યુદય પર્વ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, રાકેશભાઈ દુધાત, શૈલેષભાઈ ગોટી અને ડો. પાઘડાળ સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવાનોને આશીર્વાદ આપતાં મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે, "દરેક યુવાનમાં તપસ્વિતા, તેજસ્વિતા અને તત્પરતાના ગુણો હોવા જોઈએ." કાર્યક્રમ દરમિયાન વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના ત્રણ નવયુવાન વિદ્વાન સંતોએ યુવાનોને ઉપયોગી માર્ગદર્શન આપતા વક્તવ્યો રજૂ કર્યા હતા. શાસ્ત્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીએ 'ધ પાવર ઓફ ઓનરશીપ' વિષય પર બોલતા જણાવ્યું કે જ્યારે આપણે સમસ્યા ઉકેલવાની જવાબદારી બીજા પર ઢોળી દઈએ છીએ ત્યારે જ તે અઘરી લાગે છે. જવાબદારી સ્વીકારવાથી સમસ્યાનો ઉકેલ સરળ બને છે. શાસ્ત્રી અચલ જીવનદાસજી સ્વામીએ 'ધ આર્ટ ઓફ યંગ હાર્ટ' વિષય પર વાત કરતા કહ્યું કે સતત પ્રયત્નોથી વ્યક્તિત્વનો વિકાસ થાય છે, નિસ્વાર્થ પ્રેમથી પરિવારમાં પૂર્ણતા આવે છે અને નિર્દોષ પ્રાર્થનાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. શાસ્ત્રી વિરક્ત જીવનદાસજી સ્વામીએ 'સમયથી સફળતા સુધી' વિષય પર પ્રકાશ પાડતા જણાવ્યું કે કરોડો રૂપિયા આપવા છતાં વીતેલી એક સેકન્ડ પણ પાછી મળતી નથી. સમય અમૂલ્ય છે અને તેનું એક્સચેન્જ થઈ શકતું નથી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સંતો પ્રભુ સ્વામી, ભક્તિતનય સ્વામી, દિવ્ય સ્વામી, શાસ્ત્રી મંગલ સ્વામી, કૃષ્ણસેવાદાસ સ્વામી, જ્ઞાન પ્રકાશ સ્વામી અને નીલકંઠ સ્વામી વગેરે સંતોએ યુવાનોને રક્ષાબંધનનું સૂત્ર બાંધ્યું હતું. આ પર્વને સફળ બનાવવા માટે ચિરાગભાઈ રામાણી, રાહુલભાઈ રફાળીયા, પંકજભાઈ ડાવરા, ઉજાસભાઈ દેસાઈ, વિપુલભાઈ ગોહિલ, અશ્વિનભાઈ બરવાળીયા અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી, જે બદલ સંતો અને યુવાનોએ તેમને બિરદાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોકના આરોપીએ છરીની અણીએ વેપારીઓ પાસે ખંડણી માંગી:બસ દીઠ 5 હજારની માંગણી કરી સહયોગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસેથી 500 રુપિયા પડાવ્યા, આરોપી સામે બે દિવસમાં બે ફરિયાદ
    Next Article
    પાટણમાં ABVP ના વિરોધ બાદ 10 કાર્યકરો ડિટેન:શિષ્યવૃત્તિની બાકી રકમ ચૂકવવા માંગ સાથે વિરોધ; મંજૂરીમાં વિલંબ થતાં વિધાનસભા ઘેરાવની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment