Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજસીટોકના આરોપીએ છરીની અણીએ વેપારીઓ પાસે ખંડણી માંગી:બસ દીઠ 5 હજારની માંગણી કરી સહયોગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસેથી 500 રુપિયા પડાવ્યા, આરોપી સામે બે દિવસમાં બે ફરિયાદ

    2 days ago

    અમદાવાદમાં ગીતા મંદિર એસટી બસપોર્ટ પાસે ટ્રાવેલ્સ વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ગુજસીટોકના આરોપીએ છરીની અણીએ વેપારી પાસેથી બસ દીઠ પાંચ હજારની ખંડણી માંગી છે. મોડી રાત્રે આરોપી ટ્રાવેલ્સની ઓફિસમાં જઈને છરીની અણીએ ખંડણીને અંજામ આપતો હતો. આરોપી માથાભારે હોવાથી તેની સામે બે દિવસમાં કાગડાપીઠમાં હત્યાના પ્રયાસની અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વેપારીએ ખંડણીની ફરિયાદ નોંધાવી છે. સહયોગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં શરીફખાને મારામારી કરી ગીતામંદિર આસપાસની ટ્રાવેલ્સ ઓફિસોમાં અચાનક ડરનો માહોલ છવાઈ ગયો હતો. CTMમાં હરીદર્શન પાર્ક સોસાયટીમાં રહેતા કેયુર ખાણદર ગીતામંદિર ચાર રસ્તા પાસે મુંશીનાવંડાની નજીક સહયોગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવે છે. થોડા દિવસ પહેલાં કેયુર, તેમના પિતા દિનેશભાઈ, મેનેજર નિક્ષીત અને અન્ય કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા. ત્યારે શરીફખાન પઠાણ અચાનક ઓફિસમાં આવ્યો હતો. બાદમાં કેયુરની છાતી પર છરી રાખી ધમકી આપી હતી કે, અહીં ટ્રાવેલ્સનો ધંધો કરવો હોય તો દરેક બસના પાંચ હજાર રૂપિયા આપવા પડશે નહીં તો જાનથી મારી નાખીશ. આ દરમિયાન કેયુરના કર્મચારીઓ ગૌતમ અને ઉર્વેશ સાથે પણ મારઝૂડ કરવામાં આવી હતી. રાત્રે બે વાગ્યે આવીને ધમકી આપતા ₹ 500 આપ્યા હતા બીજા દિવસે શરીફખાન રાતના બે વાગ્યે ફરી છરી લઈને આવ્યો હતો. ઓફિસ કેમ ખુલ્લી છે કહી કેયુરને ધમકાવ્યો અને પૈસાની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને 500 રૂપિયા લઈ ગયો હતો. એટલું જ નહીં શરીફખાન આસપાસની અન્ય ટ્રાવેલ્સ ઓફિસમાં ગયો અને ત્યાં પણ છરી બતાવી 500 રૂપિયાની ઉઘરાણી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વેપારીએ શરીફખાન સામે ફરિયાદ નોંધાવી માથાભારે છાપને કારણે શરૂઆતમાં વેપારીઓ ચૂપ રહ્યા હતા. પરંતુ વારંવારની ધમકીઓથી કંટાળીને અંતે વેપારીઓ એક થયા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ અંગે વેપારીએ શરીફખાન સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. તો એ પહેલા 24 ઑગસ્ટે શરીફખાન સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. બાલમખાન-હમઝા ગેંગ સાથે આરોપીનું નામ જોડાયેલું પોલીસે તપાસ કરતા જમાલપુર વિસ્તારમાં ત્રાસ મચાવતી બાલમખાન-હમઝા ગેંગ વિરુદ્ધ સપ્ટેમ્બર 2022માં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગેંગમાં એક જ પરિવારના પાંચ સભ્ય સહિત છ આરોપી સામેલ હતા. ગેંગનો મુખ્ય આરોપી બાલમખાન પઠાણ જેલમાં ગયા બાદ તેનો પુત્ર હમઝા ગેંગનું સંચાલન કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ગેંગ સામે હત્યાના પ્રયાસ, મારામારી, બળજબરીથી ખંડણી વસૂલવી અને ધમકી સહિતના 40થી વધુ ગંભીર ગુના ઉપરાંત નશીલા પદાર્થોના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થયેલા ગુનાહિત વર્તુળ સાથે શરીફખાનનું નામ જોડાતાં હાલની ખંડણીની ફરિયાદને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે. અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ સમિતિનું આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ:જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ 1 થી 15 ની આંગણવાડીઓમાં નિરીક્ષણ: જર્જરિત મકાનો, સંકડાશ અને સુવિધાઓના અભાવ અંગે તંત્રને રજૂઆત કરાશે
    Next Article
    સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા યુવા અભ્યુદય પર્વ યોજાયું:વિદ્વાન સંતોએ જીવન વિકાસ અને સમયના મહત્વ અંગે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment