Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ સમિતિનું આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ:જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ 1 થી 15 ની આંગણવાડીઓમાં નિરીક્ષણ: જર્જરિત મકાનો, સંકડાશ અને સુવિધાઓના અભાવ અંગે તંત્રને રજૂઆત કરાશે

    2 days ago

    ​જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 1 થી 15 માં આવેલા આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાઓની ભૌતિક પરિસ્થિતિ અને ત્યાં ચાલતી કામગીરીની વાસ્તવિકતા જાણવા માટે એક વિશેષ નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્ય વિષયક તપાસ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને મળતા સરકારી લાભોનું યોગ્ય અમલીકરણ થાય છે કે નહીં તે ચકાસવાનો હતો. કોંગ્રેસની સમગ્ર ટીમ દ્વારા વિવિધ વોર્ડમાં રૂબરૂ જઈને પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી. ​જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા વોર્ડ નંબર 1 થી 15 ના તમામ આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓની ભૌતિક સ્થિતિ ચકાસવા માટે આ મુલાકાત ગોઠવવામાં આવી છે. બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે છે કે નહીં, વિસ્તારની સગર્ભા મહિલાઓને સરકાર તરફથી અપાતો પોષણયુક્ત આહાર યોગ્ય રીતે સુપ્રત થાય છે કે નહીં તથા બાળકોનું નિયમિત સ્વાસ્થ્ય ચેકઅપ કરવામાં આવે છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે આ મુલાકાતની શરૂઆત વોર્ડ નંબર 1 ના સાબલપુર આંગણવાડી કેન્દ્રથી કરવામાં આવી હતી. સાબલપુરનું આંગણવાડી કેન્દ્ર અત્યારે ભાડાના અત્યંત જર્જરિત અને સંકડાશવાળા મકાનમાં ચાલી રહ્યું છે. દસ્તાવેજો પર 45 બાળકોની સંખ્યા નોંધાયેલી છે, પરંતુ સ્થળ પરની જગ્યા એટલી નાની છે કે 20 બાળકો પણ સરખી રીતે બેસી શકતા નથી. આ તમામ ત્રુટિઓ અને ક્ષતિઓનો એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ સંબંધિત વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવશે. જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ટીમ દ્વારા વોર્ડ નંબર 1 ના સરગવાળા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન એ બાબત સામે આવી કે બાળકોની હાજરી પૂરતા પ્રમાણમાં રહે છે, પરંતુ રૂમ ખૂબ જ નાનો હોવાના કારણે મોટી સમસ્યા ઊભી થાય છે. સ્થાનિક આંગણવાડી વર્કર બહેનોની પણ એ જ રજૂઆત હતી કે બાળકો પૂરતી સંખ્યામાં આવે છે પરંતુ તેમને રમાડવા અને બેસાડવા માટે યોગ્ય જગ્યા નથી. મહિલા કોંગ્રેસની ટીમે સ્થળ પર જઈને બાળકોને આપવામાં આવતો નાસ્તો, ચોખા અને દાળ જેવા અનાજની ગુણવત્તા પોતે ચકાસી હતી. આંગણવાડીમાં સગર્ભા બહેનો અને 0 થી 6 મહિનાનું બાળક ધરાવતી ધાત્રી માતાઓ નિયમિત રીતે પૂરક પોષણ લેવા માટે આવે છે. રજિસ્ટરની તપાસ કરતા જાણવા મળ્યું કે કાગળ પર 55 બાળકોની નોંધણી છે અને તેમાંથી 35 જેટલા બાળકો રોજ નિયમિત આવે છે. સરકારી ભાડાના આ અત્યંત નાના મકાનને કારણે બાળકોના વિકાસ માટે જરૂરી પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. જો આંગણવાડી માટે મોટું મકાન ફાળવવામાં આવે તો બાળકોને રમવા માટે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા માટે સરળતા રહે. આંગણવાડીમાં બ્લેક બોર્ડ અને અન્ય અભ્યાસ સામગ્રી દ્વારા ભણાવવાનું કામ નિયમિત થાય છે, પરંતુ જગ્યાના અભાવે રમકડાંથી રમવાની બાળકોની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. આંગણવાડી ચેકિંગનો આ કાર્યક્રમ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અને તમામ ક્ષતિઓની નોંધ લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હરાજીમાં નવી મગફળીના પ્રતિ 20 કિલોના ₹1825 બોલાયા:ચંદ્રગઢના ખેડૂત પાંચ ગુણી મગફળી લાવ્યા; નિયમિત આવક શરૂ થવામાં 20 દિવસ લાગશે
    Next Article
    ગુજસીટોકના આરોપીએ છરીની અણીએ વેપારીઓ પાસે ખંડણી માંગી:બસ દીઠ 5 હજારની માંગણી કરી સહયોગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસેથી 500 રુપિયા પડાવ્યા, આરોપી સામે બે દિવસમાં બે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment