Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરાજીમાં નવી મગફળીના પ્રતિ 20 કિલોના ₹1825 બોલાયા:ચંદ્રગઢના ખેડૂત પાંચ ગુણી મગફળી લાવ્યા; નિયમિત આવક શરૂ થવામાં 20 દિવસ લાગશે

    2 days ago

    જામનગર સ્થિત હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મંગળવારે નવી સિઝનની મગફળીની પ્રથમ આવક નોંધાવાઈ છે. જામનગર પંથકના ચંદ્રગઢ ગામના ખેડૂત દ્વારા લાવવામાં આવેલી 5 ગુણી મગફળીની હરાજી દરમિયાન પ્રતિ 20 કિલોના ₹1825 ના ઊંચા ભાવે બોણી થતાં માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આગોતરા વાવેતરથી વહેલી મગફળી બજારમાં આવી યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેડૂતે પોતાના ખેતરમાં આગોતરા વાવેતરનું આયોજન કર્યું હોવાથી આ નવી સિઝનની મગફળી અન્ય પાક કરતાં વહેલી પાકીને બજારમાં પહોંચી શકી છે. બોણીના મુહૂર્તમાં જ મળેલા સારા અને પ્રોત્સાહક ભાવને કારણે આગામી દિવસોમાં પાક લઈને આવનારા અન્ય ખેડૂતો માટે પણ સારો આર્થિક સંતોષ મળવાની આશા જાગી છે. મોટા પાયે નિયમિત આવકમાં હજુ વિલંબ હાલમાં માત્ર પ્રારંભિક મુહૂર્ત રૂપે જ મગફળીની આવક થઈ છે. યાર્ડના વેપારીઓના અંદાજ મુજબ, સમગ્ર વિસ્તારમાંથી નવી મગફળીની નિયમિત અને મોટા જથ્થામાં આવક શરૂ થવામાં હજુ 15 થી 20 દિવસ જેટલો સમય લાગી શકે છે. આગામી દિવસોમાં આવક પૂરજોશમાં શરૂ થયા બાદ જ બજારમાં નવી સિઝનની મગફળીની ખરીદ-વેચાણની ખરી ચમક જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્ડની 3400 KISS મોંઘી પડી!:વાયરલ થવા કારને સાડા 3 કલાક સુધી કિસ કરીને બનાવી 'કિસિંગ કાર', 55 લાખ વ્યૂઝ મેળવ્યા; પોલીસે થાણે બોલાવી ધોવડાવી!
    Next Article
    કોંગ્રેસ સમિતિનું આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ:જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ 1 થી 15 ની આંગણવાડીઓમાં નિરીક્ષણ: જર્જરિત મકાનો, સંકડાશ અને સુવિધાઓના અભાવ અંગે તંત્રને રજૂઆત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment