Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ABVP ના વિરોધ બાદ 10 કાર્યકરો ડિટેન:શિષ્યવૃત્તિની બાકી રકમ ચૂકવવા માંગ સાથે વિરોધ; મંજૂરીમાં વિલંબ થતાં વિધાનસભા ઘેરાવની ચીમકી

    2 days ago

    પાટણ કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓની બાકી રકમની ચૂકવણીના મુદ્દે મંગળવારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે આવેદનપત્ર પાઠવ્યા બાદ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર મુખ્ય રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVP ના 10 કાર્યકરોની પોલીસે ઘટનાસ્થળેથી અટકાયત કરી હતી. શિષ્યવૃત્તિમાં થતા વિલંબ સામે વિદ્યાર્થી મોરચાએ આક્રમક વલણ અપનાવ્યું છે. શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં 1.5 વર્ષનો વિલંબ ABVP પાટણ વિભાગના સંયોજક રાહુલ દેસાઈના જણાવ્યા મુજબ, SC, ST, OBC, EWS તેમજ MYSY જેવી તમામ પ્રી-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની અરજીઓ સ્વીકાર્યા બાદ તેના નાણાં ચૂકવવામાં 1 થી 1.5 વર્ષ જેટલો મોટો વિલંબ થાય છે. ટેકનિકલ ખામીઓ અને તંત્રની બેદરકારીના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર મોટો આર્થિક બોજ વધે છે. સમયબદ્ધ ચૂકવણી ન થાય તો ઉગ્ર આંદોલન શિષ્યવૃત્તિ મેળવવામાં થતા વિલંબના પરિણામે અનેક વિદ્યાર્થીઓને નાછૂટકે પોતાનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડવાની ફરજ પડી રહી છે. આથી પરિષદ દ્વારા તમામ શિષ્યવૃત્તિઓની ચૂકવણી સમયબદ્ધ રીતે કરવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે. જો આ પડતર માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને સાથે રાખીને ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવ કરવાની ઉગ્ર ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા યુવા અભ્યુદય પર્વ યોજાયું:વિદ્વાન સંતોએ જીવન વિકાસ અને સમયના મહત્વ અંગે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા
    Next Article
    મેચમાં ફરી વરસાદ નડ્યો, અડધી કલાકના વિલંબ પછી શરૂ થઈ:પ્રસિદ્ધે ત્રીજી સફળતા મેળવી, મેન્ડિસ-સૂરિયાબંડારાની 87 રનની પાર્ટનરશીપ તોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment