Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેચમાં ફરી વરસાદ નડ્યો, અડધી કલાકના વિલંબ પછી શરૂ થઈ:પ્રસિદ્ધે ત્રીજી સફળતા મેળવી, મેન્ડિસ-સૂરિયાબંડારાની 87 રનની પાર્ટનરશીપ તોડી

    3 days ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. બીજા સેશનમાં પોતાની પહેલી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 131/4 છે. ટીમ તરફથી પસિન્દુ સૂરિયાબંડારા અને કેપ્ટન ધનંજય ડી સિલ્વા ક્રિઝ પર છે. પસિન્દુ સૂરિયાબંડારાએ પોતાની પહેલી ફિફ્ટી ફટકારી છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ કામિંદુ મેન્ડિસને આઉટ કરીને શ્રીલંકાની 87 રનની ભાગીદારી તોડી નાખી. પ્રસિદ્ધની આ ઇનિંગમાં ત્રીજી વિકેટ છે. આ પહેલાં ભારતે ધ્રુવ જુરેલના અણનમ 115 રનની મદદથી પોતાની પહેલી ઇનિંગ 503/9ના સ્કોર પર ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકાએ બીજા દિવસના છેલ્લા સેશનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ABVP ના વિરોધ બાદ 10 કાર્યકરો ડિટેન:શિષ્યવૃત્તિની બાકી રકમ ચૂકવવા માંગ સાથે વિરોધ; મંજૂરીમાં વિલંબ થતાં વિધાનસભા ઘેરાવની ચીમકી
    Next Article
    પટનામાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર વોટર કેનનથી પાણીનો મારો:શેમ્પૂ લગાવીને નહાવા લાગ્યા, એક વિદ્યાર્થીનીનું માથું ફાટ્યું, CRPF સાથે ઘર્ષણ; TRE-4 પરીક્ષામાં ફેરફારની માંગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment