Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેણી કન્યા શિવલિંગમાં સમાઈ, જાણો વેણેશ્વર મહાદેવની કથા:યવનોના આક્રમણથી બચવા મહાદેવે આપ્યું અભયદાન

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ-સોમનાથમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ સુધીની પૌરાણિક પરંપરા ધરાવતી આ ભૂમિ પર વેણેશ્વર મહાદેવ મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. લોકવાયકા અનુસાર, વેણેશ્વર મહાદેવ પ્રાચીનકાળમાં વરુણેશ્વર મહાદેવ તરીકે જાણીતું હતું. આ મંદિર સાથે વેણી નામની એક મહાદેવ ભક્ત કન્યાની ગાથા જોડાયેલી છે. યવનોના આક્રમણ સમયે વેણી કન્યા દરરોજ વરુણેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરતી હતી. લોકવાયકા મુજબ, સોમનાથ પર આક્રમણ કરનારા યવનોની નજર વેણી કન્યા પર પડી. સૈનિકોથી બચવા વેણી કન્યા વરુણેશ્વર મહાદેવના શરણે પહોંચી અને રક્ષણ માટે પ્રાર્થના કરી. ભક્તની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને મહાદેવે વેણીને પોતાના શિવલિંગમાં સમાવી લીધી હોવાની માન્યતા છે. માન્યતા અનુસાર, શિવલિંગના બે ભાગ થયા અને વેણી કન્યા તેમાં સમાઈ ગઈ. ત્યારબાદ શિવલિંગ ફરી એકરૂપ થઈ ગયું. વેણીનો ચોટલો બહાર રહી જતાં યવનોએ તેને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે હલ્યો નહીં અને પથ્થરરૂપ બની ગયો હોવાનું કહેવાય છે. યવનો દ્વારા શિવલિંગને નુકસાન પહોંચાડવા કુહાડીના ઘા મારવામાં આવ્યા હોવાની પણ માન્યતા છે. આજે પણ શિવલિંગ પર તેના નિશાન અને કાણાં જોવા મળે છે, જે આ લોકવાયકા સાથે જોડાયેલા હોવાનું ભક્તો માને છે. ત્યારબાદ મહાદેવના કોપથી શિવલિંગમાંથી ઝેરી ભમરાઓ નીકળ્યા અને યવનોની સેનાને પરેશાન કરતાં સૈનિકો ત્યાંથી ભાગી ગયા હોવાની કથા પ્રચલિત છે. વેણી કન્યા ભગવાન શિવમાં સમાઈ ગઈ હોવાથી વરુણેશ્વર મહાદેવનું નામ સમય જતાં વેણેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું. આજે પણ વેણેશ્વર મહાદેવ મંદિરે સ્થાનિકો ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારો અને દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ દર્શન-પૂજન માટે આવે છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને વેણી કન્યાની ભક્તિની આ લોકગાથા આ પ્રાચીન મંદિરને આગવું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ આપે છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ:આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમીનો પારો 34.3°C
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છ સરહદથી માત્ર 80 કિમી દૂર પાકિસ્તાનના કેટી બંદરે ચીન સરકાર ડીપ વૉટર પોર્ટ બનાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment