Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ:આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમીનો પારો 34.3°C

    16 hours ago

    હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જો કે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ કે તોફાની પવનની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન માછીમારો માટે દરિયામાં જવા અંગે પણ કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યમાં હાલમાં હવામાનની ત્રણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે. ઓગસ્ટમાં રાજ્યમાં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લામાં સૌથી વધુ 32.6 મિલીમીટર (1.28 ઈંચ) વરસાદ નોંધાયો છે. બીજી તરફ, ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં એકાદ-બે સ્થળે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, હાલ અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં ગરમીનો પારો ઊંચકાયો ગુજરાતમાં 23 ઑગસ્ટની સરખામણીએ 24 ઑગસ્ટના રોજ તાપમાનના પારામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન વધ્યું છે, જેમાં ડીસામાં સૌથી વધુ 2.8°C નો વધારો નોંધાતાં પારો 30.8°C થી વધીને 33.6°C એ પહોંચ્યો છે. આ સિવાય ભુજ (30.8°C થી 33.5°C), અમદાવાદ (33.0°C થી 34.3°C)માં પણ ગરમીનો પારો ઊંચકાયો છે. બીજી તરફ, કેટલાક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેમાં ભાવનગરમાં સૌથી વધુ 2.3°Cનો ઘટાડો થતાં તાપમાન 34.5°Cથી ઘટીને 32.2°C થયું છે. રાજકોટ (33.9°Cથી 31.7°C) અને કંડલા (33 °Cથી 31.2°C) માં પણ રાહત જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    વધાસર ગામે રાત્રે ગેરકાયદેસર ખનન:લોકેશન આપવા છતાં ટીમ પહોંચે તે પહેલાં મશીનરી ફરાર, મિલીભગતની શંકા
    Next Article
    વેણી કન્યા શિવલિંગમાં સમાઈ, જાણો વેણેશ્વર મહાદેવની કથા:યવનોના આક્રમણથી બચવા મહાદેવે આપ્યું અભયદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment