Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધાસર ગામે રાત્રે ગેરકાયદેસર ખનન:લોકેશન આપવા છતાં ટીમ પહોંચે તે પહેલાં મશીનરી ફરાર, મિલીભગતની શંકા

    17 hours ago

    પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વધાસર ગામે રાત્રિના સમયે ગેરકાયદેસર ખનન થતું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગને લોકેશન સાથે જાણ કરી હોવા છતાં, ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ખનન પ્રવૃત્તિમાં સામેલ મશીનરી ફરાર થઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વધાસર ગામે રાત્રિના અંધકારનો લાભ લઈને હિટાચી સહિતના સાધનો વડે મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ આ અંગે ખાણ-ખનીજ વિભાગને તાત્કાલિક લોકેશન મોકલીને જાણ કરી હતી. વિભાગની ટીમ કચેરીથી રવાના થયાની માહિતી મળ્યા બાદ પણ, અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તમામ મશીનો અને સંકળાયેલા લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે ખનન કરનારાઓને અગાઉથી માહિતી કોણે આપી તે અંગે ગ્રામજનોમાં ચર્ચા જાગી છે. ગ્રામજનો દ્વારા સરકારી તંત્રના કેટલાક અધિકારીઓ સાથે ગેરકાયદેસર ખનન કરનારાઓની સંભવિત મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી રાત્રિના સમયે ચાલતી આ કથિત ખનન પ્રવૃત્તિ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. આ બાબતે ખાણ-ખનીજ અધિકારી મહર્ષિ વ્યાસે જણાવ્યું હતું કે, "અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે તે લોકેશન ઉપર કંઈ મળ્યું નથી. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ." ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં અગાઉ પણ ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવામાં આવેલી છે.
    Click here to Read More
    Previous Article
    મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ:જામનગર દરિયાકાંઠે સઘન ચેકિંગ, માછીમારોને સતર્ક રહેવા અપીલ
    Next Article
    રાજ્યમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ:આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમીનો પારો 34.3°C

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment