Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પેપરમિલની દુર્ગંધથી ચાર ગામોનાં અનેક લોકો બીમાર; માથું દુઃખે,આંખો બળે,ચક્કર આવે પણ રિપોર્ટ નોર્મલ!

    10 hours ago

    મહેસાણાથી 8 કિલોમીટરના અંતરે આવેલા સામેત્રા, મરેડા, ઇન્દિરાપુરા અને ગોકળગઢ સહિત ચાર ગામો પેપર મિલની દુર્ગંધથી ત્રસ્ત છે. કલેક્ટર સહિતને અનેક રજૂઆતો છતાં પરિણામ નહીં મળતાં ગામલોકોએ હવે બાળકોને શાળામાં નહીં મોકલી વિરોધ શરૂ કર્યો છે. છેલ્લા પાંચ દિવસથી બાળકો આવતાં ન હોઇ શાળાઓ ખાલીખમ જોવા મળે છે. લોકોની આ સમસ્યાને લઇ દિવ્ય ભાસ્કરે સોમવારે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન સામેત્રા અને મરેડા ગામની મુલાકાત લીધી હતી. ગામમાં પ્રવેશતાં શરૂઆતમાં દુર્ગંધ અનુભવાઈ નહોતી. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ પવનની દિશા ગામ તરફ હોય ત્યારે વહેલી સવારે અને રાત્રે દુર્ગંધ તીવ્ર બને છે. કંપની તરફ જતા બોઇલરનો ધુમાડો અને દુર્ગંધ અનુભવાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ,‎ વહેલી સવારે અને રાત્રિના સમયે ‎દુર્ગંધ વધુ તીવ્ર હોય છે, દિવસે‎ પણ અનુભવાય છે. કેટલાક ‎લોકોએ ઘરની ઓસરીમાં સૂવાનું‎ બંધ કરી દીધું છે અને ઘરની અંદર એસી ચાલુ કરીને સૂવું પડે‎ છે. છેલ્લા પાંચ દિવસથી બાળકો‎ શાળાએ જતાં નથી. છતાં‎ મુલાકાત દરમિયાન ગામના‎ રસ્તા પર એકપણ બાળક જોવા ‎મળ્યું નહોતું જે ગામની સ્થિતિની‎ ગંભીરતા બતાવી રહી છે.‎ - રોજ પરોઢે કસોટી: સામેત્રાના ‎માજી સરપંચ સંગ્રામભાઈ ‎ચૌધરીએ જણાવ્યું કે, દુર્ગંધ‎ આવતી હોવાથી માથું ભારે રહે છે‎ અને ચક્કર આવે છે. હાઈસ્કૂલના ‎બે બાળકને પણ ચક્કર આવ્યા‎ હતા. અહીં રહેતા લોકોને જ તેની‎ તકલીફ ખબર પડે. વહેલી પરોઢે ‎હાલત વધુ ખરાબ હોય છે.‎ - બાળકોને શાળાએ નથી‎ મોકલતા: મરેડાના સરપંચ‎ ચેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું‎કે, પવનની દિશા ગામ તરફ હોય ‎ત્યારે અતિશય દુર્ગંધ આવે છે.‎ ચારેય ગામના લોકો કંટાળી ગયા ‎છે. આ કારણે બાળકોને શાળાએ ‎મોકલતા નથી. હાલ આ મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હોવાથી દુર્ગંધ ‎ઓછી છે.‎ - અધિકારીઓને ખુલ્લો પડકાર:‎ મરેડા ગામના પ્રવીણભાઈ ‎ચૌધરીએ જણાવ્યું કે, ખુલ્લામાં ‎સૂવાનું બંધ કરીને હવે એસીમાં ‎સૂવાની મજબૂરી છે. એક મહિનો‎ અધિકારીઓ પરિવાર સાથે ‎ગામમાં રહીને બતાવે તો તેમને ‎ખબર પડે કે તકલીફ કેવી છે. અમે‎ તેમના રહેવા-જમવાની વ્યવસ્થા‎ કરી આપીશું.‎ પીએચસીમાં રોજ સામેત્રા-‎મરેડાના 4થી 5 દર્દીઓ આવે છે ‎મીઠા પીએચસીની મુલાકાત લેતાં‎ રોજ આશરે 30થી 35 દર્દીની ‎ઓપીડીમાંથી સામેત્રા અને‎ મરેડાના 4થી 5 દર્દી તાવ, શરદી ‎જેવા વાયરલ લક્ષણો સાથે આવે‎ છે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા બંને ‎ગામોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ‎ પણ હાથ ધરવામાં આવ્યું છે.‎ ગામલોકોની પીડા | ખુલ્લામાં સૂવાનું બંધ કરવું પડ્યું, ઘરમાં AC ચાલુ રાખીને સૂવું પડે છે‎ સામેત્રાનાં બબીબેન ચૌધરીએ જણાવ્યું કે, માથામાં સતત દુઃખાવો, ચક્કર અને બેચેની અનુભવાતી હોવાથી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આઠ દિવસ સારવાર લીધી. રિપોર્ટમાં કંઈ આવતું નથી, પરંતુ તકલીફ આ દુર્ગંધના કારણે જ થઈ રહી છે. સારવારમાં 20 હજારનો ખર્ચ થયો. નાનાં બાળકો પણ બીમાર બાલવાટિકામાં ભણતા નૈમિકને ઊલટી અને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવાયો હતો. તેના પિતા વિજયભાઈએ કહ્યું કે, પેટના દુઃખાવાને વાયરલ કહેવાય છે પણ શરદી પણ ઘણા સમયથી મટતી નથી. સામેત્રાની સરસ્વતી વિદ્યાલયમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે, વાલીઓ બાળકોને શાળાએ મોકલતા નથી. ધુમાડાની દુર્ગંધ શ્વાસમાં જાય તો ગળું સુકાઈ જાય છે અને માથું દુઃખે છે. બાળકો આવતા ત્યારે બારીઓ બંધ કરીને ભણાવવું પડતું હતું, જેમાં ગૂંગળામણ થાય છે. સપ્ટેમ્બરમાં પરીક્ષા છે પણ અભ્યાસક્રમ બાકી રહી ગયો છે. ઘણા લોકોને એકસરખી તકલીફ થતી હોય તો કોમન કારણ હોઈ શકે સતત દુર્ગંધના સંપર્કમાં રહેવાથી તાત્કાલિક તેમજ લાંબા ગાળાની તકલીફો થઈ શકે. તાત્કાલિક રીતે આંખોમાં બળતરા, માથાનો દુ:ખાવો, તાવ, શરદી વગેરે જેવી તકલીફો રહે. જ્યારે લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ તેમજ ફેફસાંને લગતી સમસ્યા પણ થઈ શકે. જો કોઈ વિસ્તારમાં એકસાથે અનેક લોકોને આંખોમાં બળતરા, તાવ, ચક્કર વગેરે જેવી કોમન તકલીફો થતી હોય તો તેની પાછળનું કારણ પણ કોમન હોવાની શક્યતા છે.> ડૉ. વિપુલ પટેલ, ફિઝિશિયન
    Click here to Read More
    Previous Article
    મોબાઈલ રીલ્સ માટે નહીં પણ ક્રાંતિ માટે વાપરો - અમિત:ભુજમાં NSUIના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ નેતાઓની અપીલ
    Next Article
    ડબલ ઋતુ:મહેસાણામાં શરદી, તાવ, ઉધરસ વાયરલ ફીવરના કેસ 8 દિવસમાં 28% વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment