Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલ રીલ્સ માટે નહીં પણ ક્રાંતિ માટે વાપરો - અમિત:ભુજમાં NSUIના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ નેતાઓની અપીલ

    11 hours ago

    ‘ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ...’ આ વેધક શબ્દો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ભુજમાં NSUI દ્વારા યોજાયેલા ‘સરસ્વતી સન્માન સમારોહ’ અને ‘છાત્રગુંજ’ કાર્યક્રમમાં યુવા શક્તિને અન્યાય સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે ધોરણ 10,12, કોલેજ અને માસ્ટર ડિગ્રીના 1350 જેટલા તેજસ્વી તારલાનું સન્માન કરી ઉત્સાહ વધારાયો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિ સાથે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવીણસિંહ વણોલ, પ્રદેશના પ્રવક્તા ડો. મનિષ દોશી, NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ સહિતના અગ્રણી નેતાઓ મંચસ્થ રહ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ‘જેન-ઝી’ પાસે દેશનું ભવિષ્ય બદલવાનો મોટો પડકાર છે. વાલીઓ પોતાના દીકરા-દીકરીઓને પેટે પાટા બાંધીને ઊંચી ફી ભરીને ભણાવે છે, પરંતુ વર્ષોની મહેનત બાદ જ્યારે યુવાનો સ્પર્ધાત્મક કે પ્રવેશ પરીક્ષા આપવા જાય છે ત્યારે પેપર ફૂટી જાય છે. આ અન્યાયી વ્યવસ્થા સામે યુવાનોના આક્રોશ અને અવાજને બુલંદ કરવા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ‘છાત્રગુંજ’ અભિયાન શરૂ કરાયું છે, જેથી દરેક વિદ્યાર્થીને પોતાનો હક માંગવા માટે સબળ મંચ મળી રહે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર રીલ્સ કે મનોરંજન પૂરતો સીમિત ન રાખતા આખી દુનિયાનું જ્ઞાન મેળવવા અને સામાજિક કે શૈક્ષણિક વ્યવસ્થા બદલવા માટે કરવો જોઈએ. દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે અને એ જ પૈસાથી આખી સરકારી વ્યવસ્થા ચાલે છે, તેથી જ્યાં પણ ગેરરીતિ થાય ત્યાં પ્રશ્નો પૂછવાનો યુવાનોને પૂર્ણ અધિકાર છે. કાર્યક્રમના અંતે તેમણે યુવાનોને કેમ્પસને ડ્રગ્સ ફ્રી બનાવવા, વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા અને શિક્ષણ ક્ષેત્રે સક્રિય ભાગીદારી નોંધાવવા હાકલ કરી હતી. કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા NSUI પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા કરાયું હતું. સંચાલન અંજલિબેન ગોરે કર્યું હતું. દેશમાં સરકારી પરીક્ષામાં 1.4 કરોડ વિદ્યાર્થીઓ પર પેપર લીકની અસર છેલ્લા 5 વર્ષમાં દેશના 15થી વધુ રાજ્યોમાં 41થી વધુ મોટી ભરતી પરીક્ષાઓના પેપર લીક થવાના કિસ્સા નોંધાયા છે, જેનાથી 1.4 કરોડથી વધુ પરીક્ષાર્થીઓ પ્રભાવિત થયા છે.જંતર-મંતર અને અન્ય યુવા આંદોલનોમાં ઈન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને ટેલિગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સે યુવાનોને જોડવામાં 70% થી વધુ મહત્વની ભૂમિકા ભજવી છે.
    Click here to Read More
    Previous Article
    અંજાર, ગાંધીધામ,વોંધ,મનફરા,શિકરામાં પોલીસના દરોડા:પૂર્વ કચ્છમાં વધુ 24 જુગારી નસીબ અજમાવતા 1 લાખની રોકડ સાથે ઝબ્બે
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પેપરમિલની દુર્ગંધથી ચાર ગામોનાં અનેક લોકો બીમાર; માથું દુઃખે,આંખો બળે,ચક્કર આવે પણ રિપોર્ટ નોર્મલ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment