Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડા ટ્રકમાં આગ લાગવાની ઘટના ડ્રાઈવરનું કાવતરું નીકળ્યું:વીમાના પૈસા હડપવા 900 બેગ પ્લાસ્ટિક દાણા વેચી નાખ્યા, પોલીસે ધરપકડ કરી

    1 week ago

    વલસાડ જિલ્લાના કપરાડા કુંભઘાટ પર થોડા દિવસો પહેલા ટ્રકમાં લાગેલી આગની ઘટના એક સુનિયોજિત કાવતરું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વીમાની રકમ હડપવા માટે ડ્રાઇવરે જ ટ્રક સળગાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથીદાર કમલેશ સરસિયા ફરાર છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ટ્રકમાં ભરેલા આશરે 900 બેગ પ્લાસ્ટિકના દાણા બારોબાર વેચી દેવામાં આવ્યા હતા. દાણા વેચ્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે, ટ્રકમાં બાકી રહેલા થોડા માલ સાથે તેને કુંભઘાટ પર સળગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરીને કંપની અને વીમા કંપની પાસેથી લાખો રૂપિયાનો ક્લેમ મેળવવાનો તેમનો ઇરાદો હતો. પ્રારંભિક રીતે અકસ્માત લાગી રહેલી આ ઘટનામાં કપરાડા પોલીસને શંકા જતાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને હકીકતોના આધારે આ સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેનો સાથીદાર કમલેશ સરસિયા હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. કપરાડા પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, તેમજ ચોરી કરાયેલો માલ ક્યાં અને કોને વેચાયો છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિશ્વાસઘાત અને વીમા છેતરપિંડી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલી:NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને યાદ કરાયા
    Next Article
    Gujarat Farmers | ગુજરાતના ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળી રહેશે | Fertilizer | IFFCO | Dilip Sanghani

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment