Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ફોટોગ્રાફી બિઝનેસ સેમિનાર યોજાયો:સફળતાના 3 મંત્ર શીખ્યા, Nayan Studioના સ્થાપકે માર્ગદર્શન આપ્યું

    1 week ago

    સુરતમાં ફોટોગ્રાફી ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે Perfect Click Photography Learning Institute દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સફળ ફોટોગ્રાફી બિઝનેસના 3 મંત્ર' વિષય પર યોજાયેલા આ સેમિનારમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી 70થી વધુ ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન જાણીતા ફોટોગ્રાફી મેન્ટર આશિષ સિંધવે કર્યું હતું. Nayan Studio ના સ્થાપક હેતલ કુમાર મુખ્ય મેન્ટર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફોટોગ્રાફી બિઝનેસના ત્રણ મુખ્ય સ્તંભો – મની સેવિંગ (Money Saving), સ્માર્ટ ડીલ્સ (Smart Deals) અને બિઝનેસ ગ્રોથ (Business Growth) વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. હેતલ કુમારે જણાવ્યું હતું કે ઘણા ફોટોગ્રાફર્સ ઉત્તમ કામ કરતા હોવા છતાં યોગ્ય મની મેનેજમેન્ટના અભાવે પૂરતો નફો મેળવી શકતા નથી. તેમણે ખર્ચનું યોગ્ય આયોજન, બિનજરૂરી ખર્ચમાં ઘટાડો અને યોગ્ય રોકાણ દ્વારા બચત વધારવાના ઉપાયો સમજાવ્યા. સેમિનારમાં ક્લાયન્ટ સાથે સ્માર્ટ ડીલ્સ કેવી રીતે કરવી, અસરકારક પેકેજિંગ અને પ્રાઇસિંગ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી, તેમજ માર્કેટમાં પોતાની વેલ્યુ કેવી રીતે વધારવી તે અંગે પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. બિઝનેસ ગ્રોથ માટે માર્કેટિંગનું મહત્વ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો અસરકારક ઉપયોગ, ક્લાયન્ટ રિલેશનશિપ મેનેજમેન્ટ અને બ્રાન્ડ બિલ્ડિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ફોટોગ્રાફર્સને પોતાની યુનિક સેલિંગ પ્રપોઝિશન (USP) વિકસાવવા અને ચોક્કસ માર્કેટ સેગમેન્ટમાં કામ કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ફોટોગ્રાફર્સના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા, જેનાથી સેમિનાર વધુ ઇન્ટરેક્ટિવ બન્યો. ભાગ લેનારાઓએ આ સેમિનારને અત્યંત માહિતીસભર અને વ્યવહારુ ગણાવ્યો હતો.Perfect Click Photography Learning Institute દ્વારા આયોજિત આવા સેમિનારો ફોટોગ્રાફી ક્ષેત્રે નવી પેઢીને માર્ગદર્શન આપવામાં અને તેમના વ્યવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    25મીએ આ વિસ્તારોમાં અડધો દિવસનો પાણી કાપ:બુધેલથી તરસમિયા આવતી મહીપરીએજની પાણીની લાઈનમાં લીકેજ, લાઈનનું રીપેરીંગ થશે
    Next Article
    જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલી:NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને યાદ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment