Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ તકેદારી રાખવી જરૂરી:સ્વાઈન ફ્લૂ કોરોના કરતાં ઓછો જોખમી પણ તકેદારી રાખવી જરૂરી

    4 days ago

    દેશમાં સ્વાઈન ફ્લૂ એટલે કે એચ1એન1ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં ઇન્ફ્લુએન્ઝાના 7,421 કેસ નોંધાયા છે અને 88 દર્દીના મોત થયા છે. કર્ણાટકમાં 4,000, દિલ્હીમાં 1,777 ફ્લૂના દર્દી નોંધાયા છે. ગુજરાતમાં કેટલાક કેસ નોંધાયા છે. એચ1એન1 હવે સ્વાઈન ફલૂ જેટલો ઘાતક નથી, ટેસ્ટ પોઝિટિવ આવે અને દર્દી ત્રીજા સ્ટેજમાં હોય ત્યારે દવાની જરૂર પડતી હોય છે, અમદાવાદમાં તાજેતરમાં 3થી વધુ બાળકોમાં એચ1એન1 પોઝિટિવ કેસ નોંધાયા છે. હોસ્પિટલાઈઝેશનનું જોખમ ત્રણ ગણું ઓછું એચ1એન1 કોવિડ કરતાં ઘણો ઓછો જોખમી છે, તેના ફેલાવાની ઝડપ (R0): ઇન્ફ્લુએન્ઝાનો R0 ફેકટર(એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને ચેપ લગાડે છે) 1.3 થી 1.7 છે, જ્યારે કોવિડનો R0 ફેક્ટર 2.5 થી 10 સુધી પહોંચી શકે છે. કોવિડમાં H1N1ની સરખામણીએ હોસ્પિટલ અને ICUની જરૂરિયાત 3 ગણી વધુ રહે છે. છીંક કે બોલતી વખતે નીકળતા ભેજના કણોથી ફેલાય છે સામાન્ય બોલચાલમાં ‘ફ્લૂ’ તરીકે ઓળખાતો ઇન્ફ્લુએન્ઝા વાઈરસ છે, H1N1 એ ઇન્ફ્લુએન્ઝા A વાઈરસનો એક પેટાપ્રકાર છે. 2009માં આ વાઈરસ શરૂઆતમાં ડુક્કરમાંથી માણસોથી માણસોમાં ફેલાતાં WHOએ તેનું નામ H1N1 રાખ્યું. તે છીંક, ખાંસી કે બોલતી વખતે નીકળતા ભેજના કણો દ્વારા ફેલાય છે અને સપાટી પર 24 કલાક સુધી જીવંત રહી શકે છે. લક્ષણો: થાક, આળસ, ભૂખ ન લાગવી, ખાંસી, ગળામાં ખરાશ, ઉલ્ટી-ઝાડા, સાંધા-સ્નાયુઓમાં દુખાવો, નાક વહેવું, તાવ અને માથાનો દુખાવો થાય છે.
    Click here to Read More
    Previous Article
    મહેસૂલી કર્મચારી મંડળનો નિર્ણય‎:મહેસૂલી કર્મચારીઓનો કચેરી સમય બાદ ઓનલાઈન, રજાના દિવસે કામનો બહિષ્કાર
    Next Article
    ફી વધારો અને દિવાળીને કારણે અરજીઓનો ધસારો:શહેરનાં બે પાસપોર્ટ કેન્દ્ર પર 20 દિવસ સુધીનું વેઈટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment