Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસૂલી કર્મચારી મંડળનો નિર્ણય‎:મહેસૂલી કર્મચારીઓનો કચેરી સમય બાદ ઓનલાઈન, રજાના દિવસે કામનો બહિષ્કાર

    4 days ago

    તાપી જિલ્લા ત્રીજા વર્ગ મહેસુલી કર્મચારી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર ‘Work to Rule’ અને ‘Work with Dignity’ નીતિ મુજબ ફરજ બજાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે મંડળે તાપી કલેક્ટરને લેખિત જાણ કરી છે. મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો, સેવા વિષયક વિસંગતતાઓ, બિનજરૂરી જિલ્લા ફેરબદલી તેમજ મહેસુલી તલાટીના અપ્રાસંગિક જોબચાર્ટ સહિતના પ્રશ્નો અંગે રાજ્ય મહામંડળ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ઉકેલ આવ્યો ન હોવાનું મંડળે જણાવ્યું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય મહામંડળ દ્વારા સર્વાનુમતે રાજ્યમાં ‘Work to Rule’ એટલે કે નિયમ મુજબ કામગીરી અને ‘Work with Dignity’ એટલે કે સ્વાભિમાન સાથે કામગીરી કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને તાપી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ આ નીતિનું પાલન કરશે. મંડળના જણાવ્યા મુજબ કર્મચારીઓ સરકારી નિયમ મુજબના સત્તાવાર કચેરી સમય સવારે 10:30થી સાંજે 06:10 દરમિયાન જ કચેરીની કામગીરી કરશે. જનહિતને લગતી અગત્યની અને તાકીદની કામગીરીને પ્રાથમિકતા આપી નિકાલ કરાશે. મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા કાર્યવાહી કરવા મંડળે માગ કરી છે. જરૂરી સેવામાં મુશ્કેલી‎ન પડે તે રીતે‎ કામગીરીને પ્રાથમિકતા‎ ‘Work to Rule’ના ભાગરૂપે સત્તાવાર કચેરી સમય પૂર્ણ થયા બાદ તેમજ જાહેર રજાના દિવસોમાં કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવામાં નહીં આવે. ઉપરાંત OTP, બાયોમેટ્રિક તથા Thumb આધારિત કામગીરીથી પણ કર્મચારીઓ અળગા રહેશે. મંડળે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય નિયમિત કચેરી સમય દરમિયાન નાગરિકોને જરૂરી સેવાઓમાં મુશ્કેલી ન પડે તે રીતે કામગીરીને પ્રાથમિકતા આપીને અમલમાં મૂકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોકરોચ જનતા પાર્ટી ફરી દિલ્હી કૂચ કરશે; સુરતમાં ફિશ માર્કેટને 'નરેન્દ્ર મોદી'નું નામ અપાતા વિવાદ, ખાંડ ઉત્પાદકો બોલ્યા- ખાંડ સસ્તી થશે
    Next Article
    અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ તકેદારી રાખવી જરૂરી:સ્વાઈન ફ્લૂ કોરોના કરતાં ઓછો જોખમી પણ તકેદારી રાખવી જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment